Home Gujarat Serious Accident In Astodia Area

આસ્ટોડિયા વિસ્તારમાં ગંભીર અકસ્માત : નાની દીકરીની સામે જ પિતાએ જીવ ગુમાવ્યો, BRTS રેલિંગ સાથે અથડાયું ટુ-વ્હીલર

આસ્ટોડિયા વિસ્તારમાં ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:39 AM IST

અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. જેમાં એક દીકરીની નજર સમક્ષ પિતાનું મોત થયું છે. આસ્ટોડિયા વિસ્તારમાં ટુ-વ્હીલર ચાલક BRTS કોરિડોર રેલીંગ સાથે અથડાતાં 34 વર્ષીય કેતન મહેશ પંચાલનું મોત થયું અને તેની નાની દીકરી ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા દીકરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ટુ વ્હીલર ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, ટુ-વ્હીલર ચાલક કેતને અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને આસ્ટોડિયા દરવાજા BRTS કોરિડોરની સાઈડમાં આવેલી રેલિંગ સાથે અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે કેતન ફંગોળાઈને નીચે પડ્યો, તેને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. કેતનની પાછળ તેની નાની દીકરી પણ બેઠી હતી તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

2004 માં કેતન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો

તમને જણાવી દઈએ કે, વર્ષ 2004 માં કેતન મહેશ પંચાલ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં વર્ષ 2007 માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now