પ્લેન દુર્ઘટનાનાને પગલે તાત્કાલીક તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સિનયર IAS અધિકારીઓને વિશેષ જવાબદારી આપી છે. પાંચ જેટલા IAS અધિકારીઓને સિવિલ હોસ્પીટલમાં વિશેષ જવાબદારી સાથે નિયુકત કરવામાં આવ્યા છે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના અન્ડરમાં ચાર અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. નિતિન સાંગવાન,હર્ષિત ગોસાવી, અરવિંદ વી અને ડૉ. પ્રશાંત જીલોવાને અગ્ર સચિવ ધનંજયના પરામર્શમાં રહીને સિવિલ હોસ્પીટલમાં રહી વિશેષ સેવા આપવાની રહેશે.
અમદાવાદમાં મેઘાણી નગરમાં થયેલા પ્લેન ક્રેશમાં મોટી સંખ્યામાં મોતનો આંકડો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અધિકારી અને પદ અધિકારી હોસ્પીટલ પહોંચ્યા હતા. SOP મુજબ જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવ હતી. અમદાવાદ શહેર અને જીલ્લાના વરીષ્ઠ અધિકારી સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પીટલ સાથે વિશેષ ફરજ અદા કરી રહ્યા છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






