Home Gujarat Science March In Surat Stops Bhuvanis Fraud

સુરતમાં વિજ્ઞાન જાથાએ ભુવાની કપટલીલા કરાવી બંધ : સુખી સંસારમાં આગ લગાડતા ભૂવાનો કર્યો પર્દાફાશ

સુરતમાં વિજ્ઞાન જાથાએ ભુવાની કપટલીલા કરાવી બંધ
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 10:56 AM IST

સુરતના ખોલવડ વિસ્તારમાં ઓપેરા પ્રિન્સમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા સાત વર્ષથી ધતિંગલીલા આચરતો ભુવો ગોપાલદાદા ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસડની પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કામરેજ પોલીસ સ્ટેશનની મદદથી 1272મો સફળ પર્દાફાશ કર્યો હતો. મહિલા સંસ્થા-છાત્રાલયના નામે દુઃખી, મજબુર મહિલાઓનું શોષણ કરતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

સુરત ભુવાના ઘરની નીચે ભાડે બે દિકરી સાથે રહેતી હતી. અત્યારે પૂનમનો તમામ ખર્ચ ભુવો ઉપાડે છે. બંને દિકરી દુઃખી છે. પૂનમ અલગ રહેવાના નિર્ણયમાં ભુવો ઉમેશ અને મોરબી ટાઉનશીપમાં રહેતો વિશાલ હરિભાઈ મુરસાણીયાના નામો આપવામાં આવ્યા હતા. વડોદરાથી ભગાડવામાં વિશાલે ગાડી મોકલી હતી. પૂનમ માતા-પિતા-ભાઈનું માનતી નથી. ભુવાના પ્રભાવમાં આવતાની સાથે પતિનું ગ્રામ્ય વ્યક્તિત્વ ગમતું નથી. ખોટા આક્ષેપો કરી હેરાન કરવું, ભુવો જ કેન્દ્રમાં હોય છૂટાછેડા સુધી વાત પહોંચી છે. સુખી સંસારમાં ભુવાએ આગ લગાડી છે. તપાસ કરતા ભુવાના મહિલા છાત્રાલયમાં આશ્રય આપ્યો છે તેવી હકિકત આપી હતી. ભુવો માથામાં સાંકળ મારી ધૂણે છે. મંત્ર-તંત્ર, સ્મશાનની વિધિ, લીંબુ-મરચા રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસૂલે છે તેવી હકિકત આપવામાં આવી હતી. ભુવાનું સામ્રાજય, સાગરિતોની વિગત જાથાને આપવામાં આવી હતી. ભૂતડાદાદા ગમે ત્યારે મોતને ઘાટે ઉતારે છે. લોકોમાં ભય-ડર મુકવામાં આવ્યો હતો. ગ્રામ્ય જીવન જીવતા પરિવારની આંખમાં આંસુ આવી ગયા હતા.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, વિપુલભાઈ જસાણી, અશ્વિનભાઈ જસાણી સ્થાનિક કાર્યકરો કામરેજ પોલીસ સ્ટેશને પહોંચી ગયા.

ઓપેરા પ્રિન્સમાં રહેતા ભુવો ગોપાલદાદા ઉર્ફે ઉમેશ ઉસડ હાજર ન હોય, પુરાવાના કારણે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવામાં આવેલ. બે વાર જાણ કરવા છતાં આવી શકું તેમ નથી જવાબ આપ્યો

પોલીસ સ્ટેશનમાં ભુવો ગોપાલદાદા ભાંગી પડયો હતો. ભૂલ સ્વીકારી કબુલાત કરી માફી માંગી હતી.ધતિંગ-કપટલીલા કાયમી બંધની ખાત્રી વારંવાર ઉચ્ચારતા હતા. ભુવે નિઃસહાય અવસ્થા દયાજનક હતી. માંડવામાં સાંકળ મારી ધૂણું છું, પંચનો ભુવો છે. ઉમેશ કેશુભાઈ ઉસડ ખોડિયાર માતાનો ભુવો 6 થી 7 વર્ષથી છે. આજથી લોકોના દુઃખ, દર્દ, જોવાનું કામ, દાણા નાખવાનું કામ, પાટ નાખવાનું કામ બંધની જાહેરાત કરું છું. તેને કબુલાત કરતા કહ્યું, મારી પાસે કોઈપણ જાતની મહિલા સંસ્થા નથી. લોકોની માફી માગી બંધની જાહેરાત કરું છું. ભુવાને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા ઓપેરા પ્રિન્સમાં રહેતા રહિશોએ જાથાની વાતમાં સુર પુરાવ્યા હતા. જાથાએ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલા ભરવા સંબંધી પત્ર પાઠવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now