Home Tech/Gadgets Save Up To 20000 On Samsung Galaxy A55 5g Know About The Offers And Features

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત! : 50mp નો કેમેરો અને દમદાર પ્રોસેસર, જાણો ઓફર અને ફીચર્સ

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 08:43 AM IST

Samsung Galaxy A55 5G : શું તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? અને તમારું બજેટ પ્રીમિયમ સ્માર્ટફોન માટે ઓછું પડી રહ્યું છે, તો તમારા માટે સારા સમાચાર છે. સેમસંગનો લોકપ્રિય સ્માર્ટફોન Samsung Galaxy A55 5G હાલમાં તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. એમેઝોન પર આ ફોન પર એટલું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે કે, તમે આ સ્માર્ટફોન પર હજારો રૂપિયાની બચત કરી શકો છો. 12GB રેમ અને પાવરફુલ બેટરી સાથે આવતો આ સ્માર્ટફોન હવે સામાન્ય ગ્રાહકોની પહોંચમાં આવી ગયો છે.

કિંમતમાં મોટો ઘટાડો

એમેઝોન પર Samsung Galaxy A55 5G ના 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ પર 39% સુધીનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે ફોનની મૂળ કિંમત ₹48,999 હતી, તે હવે ઘટીને માત્ર ₹29,999 થઈ ગઈ છે. એટલે કે, ગ્રાહકોને સીધો ₹19,000 નો ફાયદો મળી રહ્યો છે. આ કિંમત અત્યાર સુધીની સૌથી નીચી કિંમત માનવામાં આવે છે. માત્ર ફ્લેટ ડિસ્કાઉન્ટ જ નહીં, પણ જો તમે પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને EMI પર ફોન ખરીદો છો, તો તમને ₹1,500 સુધીનું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ બેંક ઓફર સાથે ફોન પર મળતું કુલ ડિસ્કાઉન્ટ ₹20,000 થી પણ વધી જાય છે, જે આ ડીલને વધુ આકર્ષક બનાવે છે.

ડિસ્પ્લે, પ્રોસેસર, દમદાર કેમેરા અને બેટરી

ફીચર્સની વાત કરીએ તો, આ ફોનમાં 6.6-ઇંચની ફૂલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે છે. જેનો 120Hz રિફ્રેશ રેટ તમને સ્મૂધ એક્સપિરિયન્સ આપશે. ફોનમાં 4nm પ્રોસેસ પર બેસ્ડ Exynos 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ માટે શ્રેષ્ઠ છે. આ ફોન લેટેસ્ટ Android 14 પર બેસ્ડ One UI 6.1 પર કામ કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આમાં 50mp નો મેઈન કેમેરો (OIS સાથે), 12mp નો અલ્ટ્રા-વાઇડ અને 5mp નો મેક્રો કેમેરો છે. સેલ્ફી માટે 32mp નો શાનદાર ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનને લાંબો સમય ચલાવવા માટે 5,000mAh ની મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધૂળ અને પાણીથી બચવા માટે આ ફોન IP67 રેટિંગ ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now