Home Tech/Gadgets Samsungs New Smartphone Will Be Launched At An Expensive Price Know The Reason

નવા વર્ષમાં Samsung આપશે મોટો ઝટકો! : આ પાવરફૂલ સ્માર્ટફોન મોંઘા ભાવે થશે લોન્ચ, જાણો શું છે કારણ

નવા વર્ષમાં Samsung આપશે મોટો ઝટકો!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 06:35 AM IST

Find out the latest information about Samsung's upcoming series: સેમસંગની Galaxy S26 સીરિઝની રાહ જોઈ રહેલા લોકોને મોટો ઝટકો લાગવાનો છે. રિપોર્ટ્સ અનુસાર, તેના લોન્ચમાં વિલંબ થઈ શકે છે અને લોકોને નવા ફ્લેગશિપ ડિવાઇસ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી મેમરી ચિપ્સના ભાવમાં વધારો થયો છે, જેના કારણે મોબાઇલ કંપનીઓ પર ખર્ચ વધી રહ્યો છે અને તેઓ તેમના સ્માર્ટફોનના ભાવ વધારી રહ્યા છે. જાણો સેમસંગની આગામી સીરિઝ વિશેની નવી માહિતી.

ગેલેક્સી S26 સિરીઝ ક્યારે લોન્ચ થશે?

સેમસંગ સામાન્ય રીતે જાન્યુઆરીમાં ગેલેક્સી S સિરીઝ લોન્ચ કરે છે, પરંતુ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવી સિરીઝ ફેબ્રુઆરીમાં લોન્ચ થશે. વધુમાં, ગ્રાહકોએ નવા S26 ડિવાઇસ ખરીદવા માટે થોડી રાહ જોવી પડી શકે છે, અને તેનું વેચાણ માર્ચમાં શરૂ થશે. જોકે, સેમસંગ દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

વધતા ખર્ચ ગ્રાહકો પર અસર કરશે.

છેલ્લા કેટલાક સમયમાં મેમરી ચિપ્સ અને અન્ય કમ્પોનન્ટના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સ્માર્ટફોનનું પ્રોડક્શન મોંઘુ થયું છે અને હવે તેની અસર વધતી કિંમતોમાં દેખાશે. રિપોર્ટ્સ અનુસાર, સેમસંગ આ નવું ડિવાઇસ વધેલી કિંમતે લોન્ચ કરશે. સેમસંગનો મોબાઇલ એક્સપિરિયન્સ ડિવિઝન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવા છતાં, એવું લાગે છે કે, ગ્રાહકોએ નવા મોબાઇલ ફોન માટે વધુ ચૂકવણી કરવી પડશે. નોંધનીય છે કે, Xiaomi સહિત અન્ય કંપનીઓએ પણ પોતાના મોબાઈલ મોંઘા કર્યા છે.

ભારતમાં નવી સીરિઝની કિંમત કેટલી હોઈ શકે છે?

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ભારતમાં ગ્રાહકો ગેલેક્સી S26 માટે ₹80,999, S26+ માટે ₹99,999 અને S26 Ultra માટે ₹129,999 ચૂકવી શકે છે. આ ફક્ત રિપોર્ટ્સ છે. નવા ડિવાઇસની ઓફિશિયલ કિંમત લોન્ચ સમયે જાહેર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now