Home Tech/Gadgets Samsungs Announcement Before The Launch Of The Iphone 17 Series

Apple અને SAMSUNG વચ્ચે કાંટાની ટક્કર : Appleની ઈવેન્ટ પહેલા SAMSUNG લૉન્ચ કરશે આ ગેજેટ્સ

Apple અને SAMSUNG વચ્ચે કાંટાની ટક્કર
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 07:44 AM IST

Appleએ 9 સપ્ટેમ્બરે iPhone 17 સિરીઝ સહિતના નવા ગેજેટ્સ લોન્ચ કરવા માટે ઇવેન્ટની જાહેરાત કરી છે. તે પહેલાં જ સેમસંગે 4 સપ્ટેમ્બરે ગેલેક્સી ઇવેન્ટ 2025 યોજવાની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે યોજાશે અને તેને સેમસંગની સત્તાવાર યુટ્યુબ ચેનલ તેમજ વેબસાઇટ પર લાઇવ જોઈ શકાય છે.

કંપનીના જણાવ્યા મુજબ, આ ઇવેન્ટમાં ગેલેક્સી S25 ફેમિલીનું નવો Galaxy S25 FE સ્માર્ટફોન રજૂ થઈ શકે છે, જેમાં Exynos 2400 પ્રોસેસર આપવામાં આવશે. આ ઉપરાંત, Galaxy Tab S11 સિરીઝ પણ લોન્ચ થવાની અપેક્ષા છે, જેમાં ખાસ કરીને 14.6 ઇંચના અલ્ટ્રા મોડેલમાં બદલાવ જોવા મળી શકે છે. કંપની 11 ઇંચનો વર્ઝન પાછો લાવી શકે છે, જ્યારે 12.4 ઇંચનો મોડેલ બંધ કરી શકાય છે.

સાથે જ, SAMSUNG આ ઇવેન્ટમાં Galaxy Buds 3 FE અને Galaxy Tab S10 Lite જેવા ગેજેટ્સ પણ લૉન્ચ કરી શકે છે. જોકે, આ વખતે મોટા ફ્લેગશિપ ગેજેટ્સની જાહેરાત થવાની સંભાવના નથી.

ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, SAMSUNG આ ઇવેન્ટનું આયોજન એપલના iPhone 17 લોન્ચ પહેલા કરી ગ્રાહકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now