Home Tech/Gadgets Samsung Partners Swiggy Instamart 10 Minute Delivery Smartphones Tablets India

હવે SAMSUNGના ફોન 10 મિનિટમાં પહોંચશે ઘરે : કંપનીએ ઇન્સ્ટામાર્ટ સાથે કરી ભાગીદારી

હવે SAMSUNGના ફોન 10 મિનિટમાં પહોંચશે ઘરે
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 05:00 PM IST

સેમસંગના સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ ખરીદવા માટે હવે તમારે માર્કેટ જવાની કે સ્ટોરમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તમારા ઓર્ડર કર્યાના 10 મિનિટની અંદર જ કંપનીના ડિવાઈસ તમારા ઘરે પહોંચી જશે.

આ સુવિધા માટે સેમસંગે ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ 'ઇન્સ્ટામાર્ટ' (Instamart) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઇન્સ્ટામાર્ટ સેમસંગના સ્માર્ટફોન, વેરેબલ (Wearables), ટેબ્લેટ અને અન્ય એસેસરીઝ માત્ર 10 મિનિટમાં ગ્રાહકના ઘરે પહોંચાડશે.

ગ્રાહકોને શું ફાયદો થશે?

  • ઉપલબ્ધતા: સેમસંગ છેલ્લા કેટલાક સમયથી દરેક પ્લેટફોર્મ પર પોતાની હાજરી વધારવા પ્રયાસ કરી રહી છે. આનાથી સેમસંગને વેચાણ માટે નવું પ્લેટફોર્મ મળ્યું છે.

  • ગ્રોસરી સાથે ગેજેટ્સ: ઇન્સ્ટામાર્ટ પર ગ્રાહકોને કરિયાણા ઉપરાંત હવે ટેક ડિવાઈસ ખરીદવાની પણ તક મળશે.

  • સુવિધા: જેમના ઘરથી કંપનીના સ્ટોર દૂર છે અથવા જેમને ખરીદી માટે માર્કેટમાં જવું પસંદ નથી, તેમના માટે આ ભાગીદારી ફાયદાકારક સાબિત થશે.

  • લાસ્ટ મિનિટ ગિફ્ટિંગ: જો છેલ્લી ઘડીએ કોઈને ભેટ આપવાનો પ્લાન હોય, તો ગ્રાહકો તરત જ ડિવાઈસ ઓર્ડર કરી શકશે.

કયા શહેરોમાં મળશે આ સુવિધા?

સેમસંગે હજુ સુધી આ સેવા કયા શહેરોમાં ઉપલબ્ધ થશે તેની સત્તાવાર યાદી જાહેર કરી નથી. જોકે, એવું માનવામાં આવે છે કે જે શહેરોમાં ઇન્સ્ટામાર્ટનું નેટવર્ક મજબૂત છે, ત્યાંના ગ્રાહકો સેમસંગના ડિવાઈસની હોમ ડિલિવરી મેળવી શકશે.

ક્વિક-કોમર્સમાં સ્પર્ધા

નોંધનીય છે કે આ પ્રકારનો પ્રયોગ પહેલીવાર નથી થઈ રહ્યો. ઇન્સ્ટામાર્ટ સેમસંગ ઉપરાંત વનપ્લસ, એપલ અને રેડમીના સ્માર્ટફોન પણ ડિલિવર કરે છે. આ ઉપરાંત, હરીફ કંપનીઓ જેવી કે બ્લિન્કિટ (Blinkit) અને ઝેપ્ટો (Zepto) પણ અલગ-અલગ શહેરોમાં સ્માર્ટફોનની ઝડપી ડિલિવરી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now