Samsung Galaxy Book 6 Series : સેમસંગે ટેકનોલોજીની દુનિયામાં વધુ એક મોટું પગલું ભરતા યુકે (UK) માં પોતાની પ્રીમિયમ લેપટોપ સિરીઝ Samsung Galaxy Book 6 લોન્ચ કરી દીધી છે. આ સિરીઝમાં કંપનીએ ત્રણ મોડલ્સ - Galaxy Book 6, Galaxy Book 6 Pro અને Galaxy Book 6 Ultra રજૂ કર્યા છે. આ ત્રણેય લેપટોપ્સ ઇન્ટેલના લેટેસ્ટ પેન્થર લેક (Panther Lake) CPU થી સજ્જ છે, જે યુઝર્સને સુપરફાસ્ટ સ્પીડ અને શાનદાર પરફોર્મન્સનો અનુભવ કરાવશે.
કિંમત અને ઉપલબ્ધતા
સેમસંગે આ સિરીઝના અલગ-અલગ વેરિઅન્ટ માટે અલગ કિંમતો નક્કી કરી છે:
Galaxy Book 6 Ultra : આ હાઇ-એન્ડ મોડલની કિંમત £2,999 (આશરે રૂ. 3,69,000) થી શરૂ થાય છે.
Galaxy Book 6 Pro : 16-ઇંચ વેરિઅન્ટની કિંમત £1,499 (આશરે રૂ. 1,84,000) અને 14-ઇંચની કિંમત £1,399 (આશરે રૂ. 1,72,000) છે.
Galaxy Book 6 (Base) : 14-ઇંચ વેરિઅન્ટની શરૂઆત £949 (આશરે રૂ. 1,17,000) થી થાય છે.
આ લેપટોપ્સ ફક્ત ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે. યુકેમાં તેના પ્રી-ઓર્ડર 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 11 માર્ચથી તેનું વેચાણ શરૂ કરવામાં આવશે.
Galaxy Book 6 Ultra : પાવરફુલ પરફોર્મન્સ
આ સિરીઝનું સૌથી શક્તિશાળી લેપટોપ 'અલ્ટ્રા' મોડલ છે. તેમાં 16-ઇંચની AMOLED ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1000 nits ની બ્રાઇટનેસ આપે છે. આ લેપટોપમાં Intel Core Ultra 7 Series 3 પ્રોસેસર અને ગેમિંગ માટે Nvidia GeForce 5070 GPU છે. તેમાં 64GB સુધીની રેમ (RAM) અને 1TB સ્ટોરેજની સુવિધા મળે છે.
Galaxy Book 6 Pro : સ્લિમ અને સ્માર્ટ
પ્રો મોડલમાં 14-ઇંચ અને 16-ઇંચ એમ બે સાઇઝ ઉપલબ્ધ છે. આમાં એન્ટિ-રિફ્લેક્ટિવ કોટિંગ સાથેની AMOLED ડિસ્પ્લે છે. તે Intel Arc ગ્રાફિક્સ અને Intel Core Ultra X7 પ્રોસેસર પર ચાલે છે. ખાસ વાત એ છે કે, 16-ઇંચના મોડલમાં રેમ વધારવા માટે અલગથી સ્લોટ આપવામાં આવ્યો છે, જે 14-ઇંચના મોડલમાં નથી.
Galaxy Book 6 : બજેટમાં દમદાર ઓપ્શન
બેઝ મોડલમાં 16-ઇંચની WUXGA IPS ટચસ્ક્રીન છે. આ લેપટોપ વિન્ડોઝ 11 પર ચાલે છે અને તેમાં પણ 64GB સુધીની રેમનો ઓપ્શન મળે છે. જે યુઝર્સને રોજિંદા કામ માટે મજબૂત લેપટોપ જોઈએ છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.
કેમેરા અને કનેક્ટિવિટી
આ ત્રણેય લેપટોપમાં વીડિયો કોલિંગ માટે 2mp નો Full-HD વેબકેમ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7 (અલ્ટ્રા મોડલમાં), બ્લૂટૂથ 5.4, Thunderbolt 4 પોર્ટ્સ અને HDMI 2.1 જેવા લેટેસ્ટ ફીચર્સ સામેલ છે.



















