SAMSUNGએ તેના ‘Galaxy Unpacked event 2026’માં નવી Galaxy S26 સિરીઝ લૉન્ચ કરી છે. આ સિરીઝનું સૌથી પ્રીમિયમ અને પાવરફુલ મોડલ Samsung Galaxy S26 Ultra છે, જે દુનિયાના પ્રથમ મોબાઈલ પ્રાઈવસી ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનો સૌથી સ્લિમ અલ્ટ્રા સ્માર્ટફોન છે, જેની જાડાઈ માત્ર 7.9mm છે. આ ફોન માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ સુરક્ષા અને પરફોર્મન્સના મામલામાં પણ નેક્સ્ટ લેવલ પર છે.
શું છે વિશ્વનું પ્રથમ પ્રાઈવસી ડિસ્પ્લે અને તે કેવી રીતે કામ કરે છે?
SAMSUNG Galaxy S26 Ultraમાં આપવામાં આવેલું પ્રાઈવસી ડિસ્પ્લે કોઈ સોફ્ટવેર અપડેટ નથી, પરંતુ હાર્ડવેરની ટેકનોલોજી છે. કંપનીએ આમાં પિક્સેલ લેવલ પ્રોટેક્શનનો ઉપયોગ કર્યો છે. સામાન્ય પ્રાઈવસી ગાર્ડમાં બેટરી વધુ વપરાય છે અને સ્ક્રીન ડલ લાગે છે, પરંતુ સેમસંગની આ ટેકનોલોજીમાં આવી કોઈ સમસ્યા નથી.
જ્યારે તમે સેટિંગ્સમાં જઈને આ પ્રાઈવસી ડિસ્પ્લે ઓન કરો છો, ત્યારે સ્ક્રીન પરની વિગતો માત્ર યુઝરની આંખોને જ દેખાય છે. જો કોઈ અન્ય વ્યક્તિ બાજુમાંથી જોવાનો પ્રયત્ન કરે તો તેને ડિસ્પ્લે સંપૂર્ણપણે બ્લેક નજર આવશે. યુઝર પોતાની ઈચ્છા મુજબ આ ફીચરને ઓન-ઓફ કરી શકે છે અથવા ડિસ્પ્લેના ચોક્કસ ભાગ (જેમ કે નોટિફિકેશન કે પાસવર્ડ એરિયા)ને પ્રાઈવેટ બનાવી શકે છે.
પાવરફુલ પ્રોસેસર અને શાનદાર કેમેરા
આ સ્માર્ટફોનમાં Qualcommનું અત્યાધુનિક Snapdragon 8 Elite Gen 5 (Snapdragon 8 Gen 5) પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ફોનને સુપર ફાસ્ટ બનાવે છે. ફોટોગ્રાફી માટે આમાં 200MPનો મેઈન રિયર કેમેરા છે, જે પ્રોફેશનલ ક્વોલિટીના ફોટા અને વીડિયો લેવામાં સક્ષમ છે. આ આખી સિરીઝમાં Agentic AI નો સપોર્ટ પણ મળે છે, જે યુઝરના એક્સપીરિયન્સને વધુ સ્માર્ટ બનાવે છે.
ભારતમાં કેટલી છે Galaxy S26 Ultraની કિંમત?
સેમસંગે આ પ્રીમિયમ ફોનને અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે, જેની વિગતો નીચે મુજબ છે:
256GB મોડલ: 1,39,999 રૂપિયા
512GB મોડલ: આ મોડલની MRP 1,59,999 રૂપિયા છે, પરંતુ 20,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ તે 1,39,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
1TB સ્ટોરેજ મોડલ: 1,89,999 રૂપિયા. આ સિવાય કંપનીએ પિંક ગોલ્ડ અને સિલ્વર શેડો જેવા સ્પેશિયલ કલર વેરિઅન્ટ્સ પણ લોન્ચ કર્યા છે. આ ફોનમાં 12GB અને 16GB રેમનું ઑપ્શન પણ આપવામાં આવ્યું છે.




















