ટેક જાયન્ટ SAMSUNGએ વૈશ્વિક સ્તરે તેની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S26 લોન્ચ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સિરીઝમાં Galaxy S26, Galaxy S26 Plus અને પ્રીમિયમ Galaxy S26 Ultraનો સમાવેશ થાય છે. આ વખતે કંપનીએ માત્ર પ્રોસેસિંગ પાવર જ નહીં, પરંતુ 'એજન્ટિક AI' (Agentic AI) જેવી ભવિષ્યની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે યુઝરના ઈન્ટરફેસને સંપૂર્ણપણે બદલી નાખશે. આ સ્માર્ટફોન્સ માત્ર ગેજેટ્સ જ નહીં, પરંતુ યુઝરની જરૂરિયાતોને સમજીને નિર્ણય લેનારા સ્માર્ટ આસિસ્ટન્ટ તરીકે કામ કરશે.
પાવરફુલ 2nm અને 3nm ચિપસેટનું કોમ્બિનેશન
SAMSUNGએ પરફોર્મન્સના મામલામાં વિશ્વને ચોંકાવી દીધું છે. કંપનીએ Galaxy S26 અને Galaxy S26 Plusમાં વિશ્વનું સૌપ્રથમ 2nm (2 નૈનોમીટર) આર્કિટેક્ચર પર આધારિત Exynos 2600 ચિપસેટ રજૂ કર્યું છે. આ ચિપસેટ અત્યાર સુધીની સૌથી વધુ પાવર એફિશિયન્સી અને સ્પીડ આપવા માટે સક્ષમ છે. જ્યારે ભારત અને અન્ય પ્રદેશોમાં Galaxy S26 Ultraમાં Qualcommનું લેટેસ્ટ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર મળશે, જે 3nm ટેકનોલોજી પર આધારિત છે. આ પ્રોસેસર્સના કારણે ગેમિંગ, વીડિયો એડિટિંગ અને મલ્ટીટાસ્કિંગ દરમિયાન ફોન હેંગ થયા વગર સ્પીડથી કામ કરશે.
Ultra મોડલમાં પ્રાઈવસી અને સ્લિમ ડિઝાઈનનો સમન્વય
Galaxy S26 Ultraને કંપનીએ અત્યાર સુધીનો સૌથી સ્લિમ અલ્ટ્રા સ્માર્ટફોન બનાવ્યો છે, જેની થીકનેસ માત્ર 7.9mm છે. આ ડિવાઈસમાં હાર્ડવેર લેવલ પર આધારિત Privacy Display આપવામાં આવી છે. આ ફીચર ખાસ કરીને જાહેર સ્થળોએ ઉપયોગી સાબિત થશે, કારણ કે તે તમારી સ્ક્રીનને સાઈડમાંથી જોનારા લોકોથી સુરક્ષિત રાખશે. આ ડિસ્પ્લેના ચોક્કસ ભાગને હાઈડ કરવા માટે પણ સેટિંગ્સમાં જઈને કસ્ટમાઈઝ કરી શકાય છે, જે પ્રાઈવસીના મામલામાં નવો બેન્ચમાર્ક સેટ કરે છે.
નેક્સ્ટ જનરેશન કેમેરા સિસ્ટમ અને 8K રેકોર્ડિંગ
કેમેરામાં SAMSUNGએ ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. Galaxy S26 Ultraમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી વાઈડ લેન્સ અને 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 30fps પર હાઈ-ડેફિનેશન 8K વીડિયો શૂટ કરી શકે છે. ઓછા પ્રકાશમાં શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે Nightography વીડિયો ફીચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, Auto Framing અને હાઈ ક્વોલિટી Super Steady મોડને કારણે એક્શન વીડિયો શૂટ કરતી વખતે પણ પ્રોફેશનલ ક્વોલિટી જેવું સ્ટેબિલાઈઝેશન મળે છે.
Agentic AI અને Now Nudge ફીચર્સ
SAMSUNGએ આ સિરીઝમાં AIને અગાઉ કરતા વધુ અસરકારક બનાવ્યું છે. નવું Now Nudge ફીચર યુઝરને નોટિફિકેશનના ઢગલા કરવાને બદલે યોગ્ય સમયે જરુરી સૂચનો આપે છે. ગેલેરીમાં રહેલા ફોટો એડિટ કરવા માટે હવે તમારે કોઈ ટૂલ શીખવાની જરૂર નથી, તમે માત્ર પ્રોમ્પટ લખીને ફોટોમાંથી ઓબ્જેક્ટ રિમૂવ કરી શકશો અથવા બેકગ્રાઉન્ડ બદલી શકશો. Bixbyને પણ વધુ ઈન્ટેલિજન્ટ બનાવવામાં આવી છે, જે હવે કુદરતી ભાષામાં આપવામાં આવેલા કમાન્ડ્સને સમજીને મેસેજ મોકલવા કે કોલ કરવા જેવા કાર્યો સરળતાથી કરી શકે છે.
ચાર્જિંગ, સુરક્ષા અને એક્સેસરીઝ
બેટરી બેકઅપને વધુ સારી બનાવવા માટે આ સિરીઝમાં Super Fast Charging 3.0 ટેકનોલોજી આપવામાં આવી છે, જે માત્ર 30 મિનિટમાં બેટરીને 75% સુધી ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે. SAMSUNGએ આ સ્માર્ટફોન્સ માટે 7 વર્ષ સુધીના OS અને સિક્યુરિટી અપડેટ્સ આપવાનું જણાવ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં કંપનીએ Galaxy Buds4 અને Buds4 Pro પણ રજૂ કર્યા છે, જે AI ફીચર્સની મદદથી શ્રેષ્ઠ નોઈઝ કેન્સલેશન અને ક્લિયર કોલિંગ ક્વોલિટી પૂરી પાડે છે.




















