Home Tech/Gadgets Samsung Galaxy S26 Ultra 5g Flipkart Discount Price Offer

Samsungના સૌથી પ્રીમિયમ ફોન પર 25,000નું ડિસ્કાઉન્ટ : 200mpનો કેમેરા, પાવરફૂલ પ્રોસેસર સાથે મળશે ખાસ ઓફર

Samsung Galaxy S26 Ultra 5G
Image Credit: Samsung
Published by: Aryan Shah
Last Updated: Jun 22, 2026, 05:58 AM IST

Samsung : જો તમે એક શાનદાર અને પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. સેમસંગનો પ્રીમિયમ અને પાવરફુલ ફ્લેગશિપ ફોન Samsung Galaxy S26 Ultra 5G અત્યારે ખૂબ જ સસ્તી કિંમતે મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ પર આ ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન તેના 200mpના કેમેરા અને દમદાર પ્રોસેસર માટે જાણીતો છે. જાણો આ ફોન પર મળતી ડીલ, કિંમત અને તેના શાનદાર ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

મોટી બચત અને કિંમત

Samsung Galaxy S26 Ultra 5Gનું 12GB રેમ અને 256GB સ્ટોરેજ વાળું વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર ₹1,17,964માં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ₹1,39,999ની કિંમતે લોન્ચ થયો હતો. આ લોન્ચિંગ પ્રાઇસના હિસાબે આ ફોન અત્યારે ગ્રાહકોને ₹25,000 સસ્તો મળી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો : ફોનમાં હંમેશા Bluetooth ચાલુ રાખવાથી કેટલી બેટરી વપરાય છે? : જાણો સંપૂર્ણ હકીકત

બેંક અને એક્સચેન્જ ઓફર

આ ફોનને વધુ સસ્તો બનાવવા માટે બેંક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમે આ ફોન ખરીદતી વખતે HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો, તો તમને ₹3,500નું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર પછી ફોનની અસરકારક કિંમત ₹1,14,464 થઈ જશે. આ ઉપરાંત, જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ કરો છો, તો તમને ₹60,300 સુધીનો વધારાનો એક્સચેન્જ લાભ મળી શકે છે. જોકે, એક્સચેન્જનો પૂરો લાભ તમારા જૂના ડિવાઇસની કન્ડિશન પર આધાર રાખે છે.

આ પણ ખાસ વાંચો : સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! : જાણો એક વર્ષ સુધી ફોન રીસ્ટાર્ટ ન કરો તો શું થઈ શકે છે નુકસાન

શાનદાર ડિસ્પ્લે અને પ્રોસેસર

ફીચર્સની વાત કરીએ તો, Samsung Galaxy S26 Ultra 5Gમાં 6.9 ઇંચની ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 3120×1440 પિક્સલ રેઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે, જે વીડિયો જોવાનો અનુભવ શાનદાર બનાવે છે. આ ફોનમાં પાવરફુલ પરફોર્મન્સ માટે ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત વન UI 8.5 પર કામ કરે છે.

આ પણ ખાસ વાંચો : GTA 6 ગેમ પાછળ છે ઈન્ડિયન બ્રેઈન : $3.5 બિલિયનના બજેટવાળી ગેમના ગ્લોબલ ડેવલપમેન્ટમાં ભારતનો વાગ્યો ડંકો

દમદાર કેમેરા સેટઅપ

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. ફોનના પાછળના ભાગમાં ચાર કેમેરાનો સેટઅપ છે. જેમાં f/1.4 અપર્ચર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 200mpનો મુખ્ય વાઇડ-એંગલ કેમેરો છે. આ સિવાય f/2.8 અપર્ચર અને 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50mpનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો, f/1.9 અપર્ચર સાથે 50mpનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને f/2.4 અપર્ચર તથા 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 10mpનો ટેલિફોટો કેમેરો સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.2 અપર્ચર સાથે 12mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી અને કનેક્ટિવિટી

લાંબા પાવર બેકઅપ માટે આ સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 60W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, NFC, USB ટાઇપ-C અને GPS, GLONASS, Galileo, QZSS અને BDS જેવી ઘણી બધી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ્સનો સપોર્ટ મળે છે. સાઇઝની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 163.6 મીમી, પહોળાઈ 78.1 મીમી, જાડાઈ 7.9 મીમી અને વજન 214 ગ્રામ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now