Home Tech/Gadgets Tecno Pova 8 Vs Motorola Edge 70 Fusion Vs Vivo Y400 5g Comparison

30,000ના બજેટમાં કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ? : જાણો Motorola, Tecno અને Vivoના લેટેસ્ટ ફોનની સરખામણી

Latest Smartphone Comparison
Published by: Aryan Shah
Last Updated: Jun 23, 2026, 03:15 AM IST

Latest Smartphone Comparison : હાલમાં ભારતીય ટેક્નોલોજી માર્કેટમાં નવા સ્માર્ટફોનની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પ્રખ્યાત બ્રાન્ડ Tecnoએ પોતાનો નવો પાવરફુલ સ્માર્ટફોન Tecno Pova 8 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સીધી સ્પર્ધા માર્કેટમાં પહેલાથી જ હાજર Motorola Edge 70 Fusion અને Vivo Y400 5G સ્માર્ટફોન સાથે થઈ રહી છે. જો તમે પણ ₹30,000ની આસપાસના બજેટમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને કન્ફ્યુઝ છો, તો જાણો આ ત્રણેય ફોનની કિંમત અને તમામ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

બજેટ અને સ્ટોરેજ

સૌથી પહેલા ફોનની કિંમત અને સ્ટોરેજ વેરિઅન્ટ વિશે વાત કરીએ. Tecno Pova 8ના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹29,999 છે અને તેના 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹31,999 છે. બીજી તરફ, Motorola Edge 70 Fusionના 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹29,999 અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત ₹31,999 રાખવામાં આવી છે. જ્યારે Vivo Y400 5G સ્માર્ટફોન માત્ર એક જ વેરિઅન્ટ 8GB+128GB માં આવે છે, જેની કિંમત ₹31,999 છે. અહીં મોટોરોલા ઓછા બજેટમાં વધુ સ્ટોરેજ આપે છે.

ડિસ્પ્લે અને સ્ક્રીન ક્વોલિટી

સ્ક્રીન અને વીડિયો જોવાનો અનુભવ સારો બનાવવા માટે ત્રણેય ફોનમાં અલગ-અલગ ડિસ્પ્લે આપવામાં આવી છે. Tecno Pova 8માં 6.76 ઈંચની Full HD+ IPS ડિસ્પ્લે મળે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 950nitsની બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. જ્યારે Motorola Edge 70 Fusionમાં 6.78 ઈંચની પ્રીમિયમ ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1.5K રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 5200nitsની જબરદસ્ત પીક બ્રાઈટનેસ સાથે આવે છે. બીજી તરફ Vivo Y400 5Gમાં 6.67 ઈંચની Full HD+AMOLED સ્ક્રીન મળે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1800nitsની બ્રાઈટનેસ છે. ડિસ્પ્લેની બાબતમાં મોટોરોલા ખૂબ જ આગળ છે.

આ પણ ખાસ વાંચો : Ai+ Nova 2 સિરીઝ ભારતમાં થઈ લોન્ચ : પાવરફૂલ પ્રોસેસર અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયા બે ધમાકેદાર 5G મોડલ

પ્રોસેસર અને સ્પીડ

ફોનની સ્પીડ, ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે પ્રોસેસર ઘણું મહત્વનું છે. Tecno Pova 8માં ઓક્ટા-કોર MediaTek Dimensity 7100 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે દૈનિક કાર્યો સરળતાથી કરે છે. Motorola Edge 70 Fusionમાં વધુ પાવરફુલ Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર મળે છે, જે ભારે ગેમિંગ માટે પણ ઉત્તમ છે. જ્યારે Vivo Y400 5G સ્માર્ટફોન ઓક્ટા-કોર Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર સાથે કામ કરે છે. પરફોર્મન્સના મામલામાં પણ મોટોરોલાનો ફોન વધુ મજબૂત દેખાય છે.

નવું સોફ્ટવેર

સોફ્ટવેર અપડેટની વાત કરીએ તો Tecno Pova 8 અને Motorola Edge 70 Fusion બંને સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. જેમાં ટેક્નોમાં HiOS 16 અને મોટોરોલામાં Hello UIનો સપોર્ટ આપવામાં આવ્યો છે. બીજી તરફ Vivo Y400 5G ફોન થોડો પાછળ છે, તે Android 15 પર આધારિત Funtouch OS 15 સોફ્ટવેર સાથે ચાલે છે.

ફોટોગ્રાફી અને વીડિયો

કેમેરા પ્રેમીઓ માટે ત્રણેય ફોનમાં અલગ સેટઅપ છે. Tecno Pova 8ના બેક પેનલ પર 50mpનો મુખ્ય કેમેરો અને સેલ્ફી માટે 13mpનો ફ્રન્ટ કેમેરો છે. Motorola Edge 70 Fusionમાં શાનદાર ફોટા માટે OIS સપોર્ટ સાથે 50mpનો મુખ્ય કેમેરો, 13mpનો અલ્ટ્રાવાઇડ કેમેરો, એક મેક્રો અને એક ડેપ્થ સેન્સર મળે છે, તેમજ સેલ્ફી માટે 32mpનો ફ્રન્ટ કેમેરો છે. જ્યારે Vivo Y400 5Gમાં પાછળ 50mp અને 2mpનો કેમેરા છે, અને સેલ્ફી માટે 32mpનો ફ્રન્ટ કેમેરા મળે છે. કેમેરા ફીચર્સમાં મોટોરોલા બેસ્ટ છે.

આ પણ ખાસ વાંચો : નવો મોબાઈલ ખરીદવાની ઉતાવળ ન કરતા! : જુલાઈથી સપ્ટેમ્બરમાં લોન્ચ થશે 6 ફોન

બેટરી અને પાવર

જો તમને લાંબો સમય ચાલતી બેટરી ગમતી હોય, તો આ વિભાગ તમારા માટે ખાસ છે. Tecno Pova 8માં 8000mAhની એક વિશાળ અને ખુબ મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Motorola Edge 70 Fusionમાં 7000mAhની મોટી બેટરી છે જે 68W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જ્યારે Vivo Y400 5Gમાં 6000mAhની બેટરી મળે છે, પણ તે 90Wના ખુબ જ ઝડપી વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ટેક્નોમાં બેટરી મોટી છે, પણ વીવોમાં ચાર્જિંગ સ્પીડ સૌથી ફાસ્ટ છે.

ઇન્ટરનેટ અને નેટવર્ક

કનેક્ટિવિટી માટે ત્રણેય સ્માર્ટફોન અત્યારના સમયના તમામ જરૂરી ફીચર્સ ધરાવે છે. Tecno Pova 8માં 5G, Wi-Fi, Bluetooth 5.3, GPS, NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. Motorola Edge 70 Fusionમાં 5G, Wi-Fi, નવું Bluetooth 6.0, GPS, NFC અને USB Type-C પોર્ટ સામેલ છે. જ્યારે Vivo Y400 5Gમાં 4G, 5G, Wi-Fi, Bluetooth, GPS, OTG સપોર્ટ અને USB Type-C પોર્ટની સુવિધા મળે છે.

અંતિમ નિર્ણય

આ ત્રણેય ફોન પોતાનામાં શાનદાર છે. જો તમારું મુખ્ય ધ્યાન ખુબ મોટી બેટરી પર હોય, તો ટેક્નો પોવા 8 સારો ઓપ્શન છે. જો તમને ખુબ જ ઝડપી ચાર્જિંગ જોઈતું હોય તો વીવો સારો છે. પરંતુ, જો તમે ઓવરઓલ એક બેસ્ટ ફોન ઈચ્છો છો, જેમાં પ્રીમિયમ ક્વાડ કર્વ્ડ AMOLED સ્ક્રીન, શાનદાર પ્રોસેસર, વધુ સ્ટોરેજ અને OIS કેમેરા હોય, તો Motorola Edge 70 Fusion આ બજેટમાં સૌથી શ્રેષ્ઠ અને પૈસા વસૂલ વિકલ્પ સાબિત થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now