Home Tech/Gadgets Upcoming Smartphones Launch July September Price

નવો મોબાઈલ ખરીદવાની ઉતાવળ ન કરતા! : જુલાઈથી સપ્ટેમ્બરમાં લોન્ચ થશે 6 ફોન

6 powerful smartphones will launch from July to September
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 22, 2026, 09:50 AM IST

કેમેરા, ગેમિંગ અને મોટી બેટરી સાથે માર્કેટમાં આવશે ધમાકેદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

આજે બજારમાં દરેક બજેટ અને જરૂરિયાત પ્રમાણે અનેક સ્માર્ટફોન્સ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે ટેક્નોલોજી સાથે કોઈ સમાધાન કરવા ન માંગતા હોવ અને તમારા માટે શ્રેષ્ઠ ફોન ખરીદવા ઈચ્છતા હોવ, તો થોડી રાહ જોવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 વચ્ચે ગૂગલ અને એપલ સહિતની મોટી કંપનીઓ પોતાના પાવરફુલ સ્માર્ટફોન્સ લોન્ચ કરવા જઈ રહી છે. ફ્લેગશિપ કેમેરાથી લઈને પાવરફુલ ગેમિંગ ફોન સુધી, આ 6 સ્માર્ટફોનની એન્ટ્રી માર્કેટમાં ધમાકો મચાવશે.

1. પિક્સેલ 11 સિરીઝ: ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ

જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો ગૂગલની 'પિક્સેલ 11 પ્રો' અને 'પ્રો XL' શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. આ વખતે કંપની ત્રણેય રીઅર કેમેરામાં તદ્દન નવા સેન્સર્સ આપવા જઈ રહી છે. ફોનમાં 50MP નો પ્રાઇમરી કેમેરા મળશે, જે લો-લાઇટ (ઓછા પ્રકાશમાં) ફોટોગ્રાફીને આગલા સ્તર પર લઈ જશે. આ સિરીઝ ઓગસ્ટ મહિનામાં લોન્ચ થવાની સંભાવના છે.

2. આઇફોન 18 સિરીઝ: વીડિયોગ્રાફીમાં નંબર વન

વીડિયો શૂટિંગ અને પ્રીમિયમ લુક માટે 'આઇફોન 18 પ્રો' અને 'પ્રો મેક્સ'ની રાહ જોવી યોગ્ય રહેશે. આ ફોન્સમાં પહેલીવાર ‘વેરિયેબલ અપર્ચર’ કેમેરા ફીચર મળી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી યુઝર્સ નક્કી કરી શકશે કે કેમેરા લેન્સમાં કેટલો પ્રકાશ આવવા દેવો અને બેકગ્રાઉન્ડને કેટલું બ્લર (બોકેહ ઇફેક્ટ) કરવું. આ પ્રીમિયમ સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે.

3. વનપ્લસ નોર્ડ 6 સિરીઝ: મોટી બેટરીના બજેટ ઓપ્શન્સ

બેટરી બેકઅપ મામલે વનપ્લસના આ ફોન શાનદાર છે. 'વનપ્લસ નોર્ડ-6' માં 41,000 રૂપિયાની આસપાસની કિંમતમાં 8,000 mAh ની વિશાળ બેટરી મળે છે. જો તમારું બજેટ 30,000 રૂપિયા સુધીનું છે, તો 'વનપ્લસ નોર્ડ-6 સીઇ' પણ સારો વિકલ્પ છે. આ બંને સ્માર્ટફોન માર્કેટમાં ઉપલબ્ધ થઈ ચૂક્યા છે.

4. વીવો વી80 પ્રો: મિડ-રેન્જ ઓલરાઉન્ડર

મિડ-રેન્જ બજેટમાં 'વીવો વી80 પ્રો' એક ઓલરાઉન્ડર સ્માર્ટફોન સાબિત થશે. આ ફોનમાં ક્વાડ (ચાર) કેમેરા સેટઅપ અને એક સ્પેશિયલ સેલ્ફી કેમેરા જોવા મળશે. તેમાં 7,200 mAh ની પાવરફુલ બેટરી હોઈ શકે છે અને તેની કિંમત 40,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે. ચીનમાં લોન્ચ થયા બાદ હવે આ ફોન ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે.

5. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8: મલ્ટીટાસ્કિંગ માટે કિંગ

મોટી સ્ક્રીન પર કામ કરવાના અને મલ્ટીટાસ્કિંગના શોખીનો માટે 'સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ-8' શ્રેષ્ઠ પ્રીમિયમ પસંદગી બનશે. આ ફોલ્ડેબલ ફોનમાં તમામ નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ ફીચર્સ ઉમેરવામાં આવશે. આ સ્માર્ટફોન જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે અને તેની અંદાજિત કિંમત 1,75,000 રૂપિયા હોઈ શકે છે.

6. iQOO 15 અલ્ટ્રા: અલ્ટીમેટ ગેમિંગ સ્માર્ટફોન

પર્ફેક્ટ અને હેવી ગેમિંગ માટે 'iQOO 15 અલ્ટ્રા' લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોનમાં 24GB સુધીની સુપરફાસ્ટ રેમ અને 7,400mAh ની બેટરી આપવામાં આવી છે. ફોનને ગરમ થતો રોકવા માટે તેમાં ફિઝિકલ કૂલિંગ ફેન પણ ઇન-બિલ્ટ છે. ચીનમાં લોન્ચ થયેલા આ ફોનની ભારતમાં કિંમત 99,990 રૂપિયાથી શરૂ થઈ શકે છે.

સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યા છે આ 5 મોટા ટ્રેન્ડ્સ

2nm ચિપસેટ્સનો ઉપયોગ: આગામી સમયના પ્રોસેસર્સ વધુ પાવરફુલ હશે, જેના કારણે ફોનનું ઓન-ડિવાઇસ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પહેલા કરતા વધુ ઝડપી અને સ્માર્ટ બનશે.

પહોળા ફોલ્ડ ફોન: ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ડિઝાઇન વધુ આરામદાયક અને પહોળી થશે. આ સાથે જ એપલ પણ પોતાનો પહેલો ફોલ્ડેબલ આઇફોન માર્કેટમાં ઉતારી શકે છે.

જાયન્ટ બેટરીઓ: સ્માર્ટફોન્સમાં મોટી બેટરીઓ આપવાનો ટ્રેન્ડ વધશે, જોકે ગૂગલ, એપલ અને સેમસંગ કદાચ બેટરીની ક્ષમતા વધારવાની રેસમાં ચાઇનીઝ બ્રાન્ડ્સ કરતા પાછળ રહી શકે છે.

મૂવિંગ પાર્ટ્સ કેમેરા: સ્માર્ટફોન કેમેરામાં બેસ્ટ ડિજિટલ અને ઓપ્ટિકલ ઝૂમ કંટ્રોલ માટે ડીએસએલઆર (DSLR) જેવા મૂવિંગ પાર્ટ્સ લોન્ચ કરવામાં આવશે.

કિંમતોમાં વધારો: વૈશ્વિક બજારમાં રેમ (RAM) ની અછત અને મોંઘા કમ્પોનન્ટ્સના કારણે આગામી સમયમાં નવા સ્માર્ટફોન્સની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now