Home Tech/Gadgets Ai Plus Nova 2 Neo 5g Nova 2 Pro 5g Launch India

Ai+ Nova 2 સિરીઝ ભારતમાં થઈ લોન્ચ : પાવરફૂલ પ્રોસેસર અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયા બે ધમાકેદાર 5G મોડલ

Ai+ Nova 2 Neo 5G, Ai+ Nova 2 Pro 5G
Image Credit: Ai+
Published by: Aryan Shah
Last Updated: Jun 22, 2026, 11:25 AM IST

Ai+ Nova 2 Series : Ai+ સ્માર્ટફોન્સે ભારતીય માર્કેટમાં પોતાની લોકપ્રિય નોવા લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. કંપનીએ સત્તાવાર રીતે Ai+ Nova 2 Neo 5G અને Ai+ Nova 2 Pro 5G લોન્ચ કરી દીધા છે. આ બંને સ્માર્ટફોન આધુનિક MediaTek Dimensity ચિપસેટથી સજ્જ છે જે યુઝર્સને સુપરફાસ્ટ સ્પીડ આપશે. આ ફોનની ખાસિયત તેનો 48mpનો મુખ્ય કેમેરો અને 6000mAhની પાવરફૂલ બેટરી છે. જાણો આ બંને ફોનની કિંમત અને તમામ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

કિંમત અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ

કિંમતની વાત કરીએ તો Ai+ Nova 2 Neo 5Gના 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે પ્રીમિયમ મોડલ Ai+ Nova 2 Pro 5Gના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. આ બંને સ્માર્ટફોન 26 જૂનના રોજ બપોરે 12 વાગ્યાથી ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહકો બધી જ બેંકોના કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કરવા પર 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

આ પણ ખાસ વાંચો : નવો મોબાઈલ ખરીદવાની ઉતાવળ ન કરતા! : જુલાઈથી સપ્ટેમ્બરમાં લોન્ચ થશે 6 ફોન

Ai+ Nova 2 Neo 5Gના શાનદાર ફીચર્સ

Ai+ Nova 2 Neo 5Gમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 પર આધારિત NxtQuantum OS પર કામ કરે છે, જેમાં સુરક્ષા માટે NxtPrivacy ડેશબોર્ડ અને એડવાન્સ્ડ AI સપોર્ટ ઉપલબ્ધ છે. ફોનમાં MediaTek Dimensity 6300 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની મોટી બેટરી છે. આ સિવાય ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, IP65 ધૂળ અને પાણી સામે રક્ષણ આપતી રેટિંગ, અને 2TB સુધી વધારી શકાય તેવું સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ સિમ 5G, Wi-Fi 5, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યા છે અને આ ફોનની જાડાઈ માત્ર 8.5mm છે.

ફોટોગ્રાફી માટે Neo 5Gનો કેમેરા સેટઅપ

કેમેરા પ્રેમીઓ માટે Ai+ Nova 2 Neo 5Gના પાછળના ભાગમાં 48mpનો Sony IMX582 AI કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જે અદ્ભુત ફોટા ક્લિક કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત સેલ્ફી અને વિડીયો કોલિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે ફોનની આગળના ભાગમાં 8mpનો શાનદાર ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો : મોટોરોલાએ લોન્ચ કર્યું 'Edge 70 ફ્યુઝન' નું નવું પાવરફુલ વેરિઅન્ટ : જાણો કિંમત અને ફિચર્સ

Ai+ Nova 2 Pro 5Gના પાવરફુલ સ્પેસિફિકેશન્સ

પ્રો વેરિઅન્ટ એટલે કે Ai+ Nova 2 Pro 5Gમાં 6.9 ઇંચની મોટી LCD ડિસ્પ્લે છે જે FHD+ રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 800 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ ફોનમાં ગેમિંગ દરમિયાન ગરમી નિયંત્રિત કરવા માટે મલ્ટી-લેયર કૂલિંગ સિસ્ટમ છે. તે Android 16 પર આધારિત NxtQuantum OS અને એડવાન્સ્ડ AI કસ્ટમાઇઝેશન સાથે ચાલે છે. તેમાં વધુ પાવરફુલ MediaTek Dimensity 7100 પ્રોસેસર છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની દમદાર બેટરી છે. આ ફોન 6GB અને 8GB રેમ વિકલ્પો સાથે 128GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.

Nova 2 Pro 5Gનો પ્રીમિયમ લુક અને કેમેરા

Ai+ Nova 2 Pro 5Gમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 48mpનો Sony IMX582 મુખ્ય કેમેરો અને 8mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં 13mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની પાછળની પેનલ પર કોલ, મેસેજ અને નોટિફિકેશન માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવી આકર્ષક લાઇટ્સ આપવામાં આવી છે, જે તેને પ્રીમિયમ 2.5D ગ્લાસ ફિનિશ લુક આપે છે. આ ફોન પણ IP65 રેટિંગ ધરાવે છે અને તેમાં મનોરંજન માટે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ માટે ડ્યુઅલ માઇક્રોફોન પણ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now