Home Tech/Gadgets Samsung Galaxy S26 Fe Geekbench Exynos 2500 Ram Leak Gujarati

Samsung Galaxy S26 FE; Exynos 2500 પ્રોસેસર સાથે થશે લોન્ચ! : શું ખાસ મળશે Galaxy S26 FE માં?

Samsung Galaxy S26 FE
Published by: Aryan Shah
Last Updated: Apr 04, 2026, 11:07 AM IST

Samsung Galaxy S26 FE : સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગના 'ફેન એડિશન' (FE) મોડલ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ Samsung Galaxy S26 સિરીઝના લોન્ચ બાદ હવે તેના સૌથી સસ્તા મોડલ એટલે કે, Galaxy S26 FE વિશે મોટી માહિતી સામે આવી છે. આ ફોન પોપ્યુલર બેન્ચમાર્ક પ્લેટફોર્મ 'ગીકબેન્ચ' પર જોવા મળ્યો છે, જેના કારણે તેના પ્રોસેસર અને રેમ જેવી મહત્વની વિગતો લીક થઈ ગઈ છે.

ગીકબેન્ચ લિસ્ટિંગ અને સ્કોર

નવા રિપોર્ટ અનુસાર, Samsung Galaxy S26 FE નો મોડલ નંબર SM-S741U છે. ગીકબેન્ચ પર આ ફોને સિંગલ-કોર ટેસ્ટમાં 2,426 પોઈન્ટ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 8,004 પોઈન્ટ મેળવ્યા છે. આ સ્કોર્સ દર્શાવે છે કે, ફોન પરફોર્મન્સની બાબતમાં ઘણો પાવરફુલ હશે અને તેમાં મલ્ટી-ટાસ્કિંગ ખૂબ જ સરળતાથી થઈ શકશે.

પ્રોસેસર અને સોફ્ટવેર

આ ફોનમાં કંપનીનું લેટેસ્ટ Exynos 2500 પ્રોસેસર જોવા મળી શકે છે. આ પ્રોસેસર 3nm ટેકનોલોજી પર આધારિત છે, જે ફોનને વધુ ઝડપી બનાવવાની સાથે બેટરીનો વપરાશ પણ ઘટાડશે. સૌથી ખાસ વાત એ છે કે, આ ફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 17 પર ચાલશે, જેને ભવિષ્ય માટેના સ્માર્ટફોન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.

સ્ટોરેજ અને ડિસ્પ્લે

લિસ્ટિંગ મુજબ, Galaxy S26 FE માં 8GB રેમ આપવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહકોને 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટના વિકલ્પો મળી શકે છે. સ્મૂધ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે આ ફોનમાં 120Hz નો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે પણ જોવા મળી શકે છે.

આ પણ ખાસ વાંચો : iPhone 17 Pro Max પર મળી રહ્યું છે ₹24,000 નું બમ્પર ડિસ્કાઉન્ટ! : હવે પ્રીમિયમ આઈફોન બજેટમાં ખરીદવાની 'સુવર્ણ તક'

કેમેરા અને બેટરી

જોકે કંપનીએ હજુ સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી, પરંતુ લીક થયેલી માહિતી મુજબ આ ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો મળી શકે છે. ફોનને લાંબા સમય સુધી પાવર આપવા માટે તેમાં 5,100mAh ની મોટી બેટરી જોવા મળી શકે છે.

લોન્ચિંગનો સમય

સેમસંગ સામાન્ય રીતે તેની મુખ્ય ફ્લેગશિપ સિરીઝના લોન્ચિંગના થોડા મહિના પછી જ FE મોડલ લાવે છે. તે જોતા, Samsung Galaxy S26 FE ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2026 ના સમયગાળા દરમિયાન માર્કેટમાં લોન્ચ થાય તેવી પ્રબળ શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now