Infinix Note 60 Pro Pininfarina Edition : ટેકનોલોજીની દુનિયામાં Infinix કંપની પોતાના નવા સ્માર્ટફોન દ્વારા ધમાકો કરવા જઈ રહી છે. હાલમાં ભારતમાં Infinix Note 60 Pro રજૂ કર્યા પછી, કંપની હવે આ જ સ્માર્ટફોનનું એક ખાસ પ્રીમિયમ વેરિઅન્ટ Infinix Note 60 Pro Pininfarina Edition લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનને ઇટાલિયન કાર ડિઝાઇનર Pininfarina સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ જ પ્રીમિયમ લુક આપે છે. ભારતમાં આ સ્માર્ટફોન 24 જૂને લોન્ચ થવાનો છે અને તેના માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર એક ખાસ પેજ પણ લાઈવ થઈ ગયું છે.
નવી પ્રીમિયમ ડિઝાઇન
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. આ ફોનમાં કાર્બન ફાઇબર ફિનિશ સાથે 360-ડિગ્રી એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ આપવામાં આવી છે. ઇટાલિયન કાર ડિઝાઇન કંપની પિનિનફેરીનાના સહયોગથી તૈયાર કરાયેલી આ ડિઝાઇન ફોનને લક્ઝરી લુક આપે છે. ફોનની જમણી બાજુએ હેલ્થ મોનિટરિંગ સેન્સર પણ આપવામાં આવ્યું છે, જે યુઝર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સાઉન્ડ માટે આમાં JBL દ્વારા ટ્યુન કરાયેલા ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ મળશે.
આ પણ ખાસ વાંચો : સ્માર્ટ ટીવી ખરીદતી વખતે લોકો કરે છે સૌથી મોટી ભૂલ : ટીવી ખરીદતા પહેલા આ ફીચર્સ વિશે ચોક્કસ જાણી લો
પાવરફુલ પ્રોસેસર અને ડિસ્પ્લે
Infinix Note 60 Pro Pininfarina Editionમાં પરફોર્મન્સ માટે 4nm ટેકનોલોજી પર આધારિત Snapdragon 7s Gen 4 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 1.5K AMOLED ડિસ્પ્લે મળશે, જે 144Hzના હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે આમાં Corning Gorilla Glass 7iનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
આ પણ ખાસ વાંચો : Meta નું CRED માં 900 મિલિયન ડોલરનું રોકાણ : ગુજરાતી મૂળના કુણાલ શાહ હવે WhatsAppના નવા બોસ
શાનદાર કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. જેમાં મુખ્ય કેમેરો 50 મેગાપિક્સલનો છે અને તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ફીચર સાથે આવે છે, જેથી ધ્રુજારી વગરના શાનદાર ફોટા પાડી શકાય. આ ઉપરાંત, ફોનની પાછળના ભાગમાં એક એક્ટિવ મેટ્રિક્સ ડિસ્પ્લે પણ જોવા મળશે. આ નવો સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
આ પણ ખાસ વાંચો : 30,000ના બજેટમાં કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ? : જાણો Motorola, Tecno અને Vivoના લેટેસ્ટ ફોનની સરખામણી
દમદાર બેટરી અને કૂલિંગ સિસ્ટમ
આ સ્માર્ટફોનમાં લાંબો સમય ચાલનારી 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 30W વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ મળશે. આ ઉપરાંત, હેવી ગેમિંગ અથવા વધુ વપરાશ દરમિયાન ફોન ગરમ ન થાય તે માટે આમાં 3D આઇસ કૂલ વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે.
Infinix Smart 20ની વિગતો
ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ મહિનાની શરૂઆતમાં જ ભારતમાં પોતાનો સસ્તો ફોન Infinix Smart 20 પણ લોન્ચ કર્યો છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78 ઇંચની IPS LCD HD+ ડિસ્પ્લે છે (720x1576 પિક્સેલ્સ). આ બજેટ ફોન MediaTek Helio G81 Ultimate પ્રોસેસર અને Mali G52 GPU દ્વારા સંચાલિત છે. તેમાં પાછળ અને આગળ બંને બાજુએ 8mpનો કેમેરો મળે છે. આ ફોન XOS 16 પર આધારિત Android 16 પર ચાલે છે અને તેમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5200mAhની બેટરી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી મિડ-રેન્જ સ્માર્ટફોન માર્કેટમાં Infinix નું વેચાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.





