Samsung Galaxy F70e 5G : સેમસંગે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સોમવારે પોતાનો નવો દમદાર ફોન Samsung Galaxy F70e 5G લોન્ચ કર્યો છે. જો તમે ઓછી કિંમતમાં લાંબી બેટરી લાઈફ અને શાનદાર કેમેરા વાળો ફોન શોધી રહ્યા હોવ, તો આ ફોન તમારા માટે એક સારો ઓપ્શન બની શકે છે. જાણો આ સ્માર્ટફોનના ફીચર્સ, કિંમત અને અન્ય વિગતો વિશેની માહિતી.
ડિસ્પ્લે અને ડિઝાઇન
આ ફોનમાં મનોરંજન માટે મોટી સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં 6.7-ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આનો અર્થ એ છે કે, ફોન વાપરવામાં ખુબ સ્મૂધ લાગશે. તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય તે માટે તેમાં 800 nits ની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે.
પ્રોસેસર અને સોફ્ટવેર
Samsung Galaxy F70e 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે રોજિંદા કામ અને મલ્ટીટાસ્કિંગ માટે સક્ષમ છે. સોફ્ટવેરની વાત કરીએ તો, આ ફોન લેટેસ્ટ Android 16 પર આધારિત One UI 8 પર ચાલે છે. કંપનીએ આ ફોનમાં 6 OS અપગ્રેડ અને સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે, જે આ બજેટમાં મોટી વાત છે.
રેમ અને સ્ટોરેજ
આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે:
4GB રેમ+128GB સ્ટોરેજ
6GB રેમ+128GB સ્ટોરેજ જો તમને વધુ સ્પેસની જરૂર હોય, તો તમે માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 1TB સુધી વધારી શકો છો.
કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે:
મુખ્ય કેમેરો : 50 મેગાપિક્સલ (f/1.8 અપર્ચર) જે શાનદાર ફોટા પાડે છે.
ડેપ્થ કેમેરો : 2 મેગાપિક્સલ (f/2.4 અપર્ચર) પોટ્રેટ શોટ્સ માટે.
સેલ્ફી કેમેરા : વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે આગળના ભાગમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
પાવરફુલ બેટરી
આ ફોનનું સૌથી મોટું આકર્ષણ તેની બેટરી છે. સેમસંગે તેમાં 6,000mAh ની બેટરી આપી છે, જે આખો દિવસ સરળતાથી ચાલી શકે છે. તેને ચાર્જ કરવા માટે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ભારતમાં Samsung Galaxy F70e 5G ની કિંમત નીચે મુજબ રાખવામાં આવી છે:
4GB+128GB : ₹12,999
6GB+128GB : ₹14,999
આ ફોનનું વેચાણ 17 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. ગ્રાહકો તેને 'Limelight Green' અને 'Spotlight Blue' કલરમાં ખરીદી શકશે.
અન્ય ફીચર્સ
ફોનની સુરક્ષા માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ઉપરાંત, ધૂળ અને પાણીના છાંટાથી બચવા માટે તેને IP54 રેટિંગ મળેલું છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 3.5mm હેડફોન જેક અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ સામેલ છે.



















