Home Tech/Gadgets Samsung Galaxy Book 6 Series Laptop Introduced Know Its Price And Launch Date

Samsung Galaxy Book 6 સિરીઝ લેપટોપને કર્યા રજૂ! : 30 કલાક બેટરી બેકઅપ અને નવું Intel નું પ્રોસેસર, જાણો ક્યારે થશે લોન્ચ

Samsung Galaxy Book 6 સિરીઝ લેપટોપને કર્યા રજૂ!
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2026, 11:15 AM IST

Samsung Galaxy Book 6 series laptops launched: Samsung એ CES 2026 માં તેનું નવું Galaxy Book 6 લેપટોપને રજૂ કર્યું છે. આ લાઇનઅપમાં Galaxy Book 6 Ultra, Galaxy Book 6 Pro અને સ્ટાન્ડર્ડ Galaxy Book 6 નો સમાવેશ થાય છે. નવી સિરીઝની સૌથી મોટી ખાસિયત Intel Core Ultra Series 3 પ્રોસેસર છે, જે Intel ની નવી 18A પ્રોસેસ પર બનેલ પ્રથમ ક્લાયંટ ચિપ્સ હોવાનું કહેવાય છે. Samsung ના મતે, આ પ્રોસેસર CPU, GPU અને AI પર્ફોમન્સમાં સારું આઉટપુટ પહોંચાડવામાં સક્ષમ છે. Galaxy Book 6 Ultra અને Pro મોડલ્સમાં Dynamic AMOLED 2X પેનલ્સ છે અને સંપૂર્ણ ચાર્જ પર 30 કલાક સુધીનો વિડિયો પ્લેબેક આપે છે.


Samsung Galaxy Book 6 નું NPU

Galaxy Book 6 સિરીઝમાં AI પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં Neural Processing Unit (NPU) 50 ટ્રિલિયન ઓપરેશન્સ પ્રતિ સેકન્ડ સંભાળી શકે છે. કંપનીનું કહેવું છે કે, આનાથી ક્લાઉડ પર વધુ આધાર રાખ્યા વગર, ઇમેજ એડિટિંગ, ટ્રાન્સલેશન અને અન્ય AI-આધારિત કાર્યો ઝડપી બનશે.


Galaxy Book 6 Ultra અને Pro ના ફીચર્સ

પર્ફોમન્સની દ્રષ્ટિએ, Galaxy Book 6 Ultra ખાસ કરીને પાવર યુઝર્સ અને ક્રીએટર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે NVIDIA GeForce RTX 5070 અથવા RTX 5060 લેપટોપ GPU નો ઓપ્શન આપે છે, જે વિડિયો એડિટિંગ, 3D ગ્રાફિક્સ અને AI ટૂલ્સના ઉપયોગ માટે વધુ સારું માનવામાં આવે છે. Samsung એ Pro અને Ultra મોડલમાં કૂલિંગ સિસ્ટમને પણ અપગ્રેડ કરી છે. Pro સિરીઝમાં પહેલીવાર વેપર ચેમ્બર કૂલિંગની ફીચર આપવામાં આવે છે, જ્યારે Ultra મોડલમાં મોટા કૂલિંગ ઘટકો છે. ડિસ્પ્લે સેક્શનમાં, Galaxy Book 6 Ultra અને Galaxy Book 6 Pro મોડલ્સમાં Dynamic AMOLED 2X પેનલ છે, જે 1000nits પીક HDR બ્રાઇટનેસ અને 120Hz સુધીના અનુકૂલનશીલ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં Vision Booster ટેકનોલોજી પણ છે, જે એમ્બિયન્ટ લાઇટના આધારે કલર અને કોન્ટ્રાસ્ટને એડજસ્ટ કરે છે. તેમાં Gorilla Glass અને DXC કોટિંગ પણ છે.

Galaxy Book 6 Ultra અને Pro ની બેટરી

બેટરી અને ચાર્જિંગની વાત કરીએ તો, Samsung કહે છે કે, Galaxy Book 6 Ultra અને Pro એક જ ચાર્જ પર 30 કલાક સુધીનો વિડિયો પ્લેબેક આપી શકે છે. ઝડપી ચાર્જિંગ સપોર્ટથી અડધાથી વધુ બેટરી લગભગ 30 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. ઓડિઓ માટે, Galaxy Book 6 Ultra માં ડોલ્બી એટમોસ અને ફોર્સ-કેન્સલિંગ વૂફર્સ સાથે છ-સ્પીકર સિસ્ટમ છે.

Galaxy Book 6 અને Galaxy Book 6 Enterprise Edition ની લોન્ચ અને કલર ઓપ્શન

Galaxy Book 6 સિરીઝ પહેલા કરતા વધુ પાતળી બનાવવામાં આવી છે. Galaxy Book 6 Ultra, 15.4mm જાડાઈ ધરાવતો હોવાનું કહેવાય છે, જ્યારે 16-ઇંચ Galaxy Book 6 Pro ફક્ત 11.9mm પાતળી છે. ઉપલબ્ધતાની વાત કરીએ તો, Galaxy Book 6 Ultra, Galaxy Book 6 Pro અને Galaxy Book 6 સિરીઝ જાન્યુઆરી 2026 ના અંતથી પસંદગીના માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ લેપટોપ Gray અને Silver કલર ઓપ્શનમાં આવશે. ખાસ કરીને મેનેજ્ડ IT વાતાવરણ માટે રચાયેલ Galaxy Book 6 Enterprise Edition, એપ્રિલ 2026 માં પસંદગીના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now