logo-img
Samsung Galaxy A57 And A37 To Be Launched Soon Know About Price And Features

Samsung Galaxy A57 અને A37 ટૂંક સમયમાં થશે લોન્ચ! : 50mp ના કેમેરા અને દાદર બેટરી સાથે, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy A57 અને A37 ટૂંક સમયમાં થશે લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 10:25 AM IST

Samsung Latest Smartphone : જો તમે સેમસંગના નવા સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સેમસંગ તેના લોકપ્રિય મિડ-રેન્જ સ્માર્ટફોન્સ, Galaxy A57 અને Galaxy A37 ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, અગાઉના રિપોર્ટ્સ મુજબ આ ફોન ફેબ્રુઆરીમાં આવવાનો હતો, પરંતુ હવે તેની લોન્ચિંગ તારીખ થોડી પાછી કરવામાં આવી છે.

લોન્ચિંગમાં ફેરફાર

હાલના રિપોર્ટ્સ મુજબ, સેમસંગ હવે આ બંને સ્માર્ટફોન ફેબ્રુઆરીના અંતને બદલે માર્ચની શરૂઆતમાં રજૂ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, કંપની 2 માર્ચથી 5 માર્ચ દરમિયાન યોજાનારા MWC 2026 (Mobile World Congress) ઇવેન્ટમાં આ ફોનને રિવીલ કરશે. આ મેગા ઇવેન્ટમાં સેમસંગ તેના ટેકનોલોજીકલ પાવરનું પ્રદર્શન કરી શકે છે.

Galaxy A57 ના શાનદાર ફિચર્સ

સેમસંગ ગેલેક્સી A57 માં 6.6-ઇંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પાવરફુલ પરફોર્મન્સ માટે તેમાં Exynos 1680 ચિપસેટ હોવાની શક્યતા છે. આ ફોનમાં 5000mAh ની મોટી બેટરી અને તેને ઝડપથી ચાર્જ કરવા માટે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. ખાસ વાત એ છે કે આ ફોન માત્ર 6.9mm પાતળો હશે અને ધૂળ-પાણીથી સુરક્ષા માટે IP68 રેટિંગ સાથે આવશે.

A57 નો દમદાર કેમેરો

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન ખાસ બની રહેશે. તેમાં પાછળના ભાગમાં ત્રણ કેમેરાનું સેટઅપ હશે, જેમાં 50mp નો મુખ્ય કેમેરો, 12mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 5mp નો મેક્રો કેમેરો હોઈ શકે છે. સેલ્ફી માટે 12mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.

Galaxy A37 ની વિગતો

ગેલેક્સી A37 ની વાત કરીએ તો, તેમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. તેમાં Exynos 1480 પ્રોસેસર હોવાની શક્યતા છે. કેમેરામાં 50mp ના મુખ્ય કેમેરા સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 5mp નો મેક્રો કેમેરો મળી શકે છે. આ ફોન IP67 રેટિંગ સાથે આવશે, જે તેને પાણી અને ધૂળ સામે રક્ષણ આપશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now