Samsung Galaxy A17 5G: ભારતમાં Samsung Galaxy A17 5G લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો આ ફોનની કિંમત, બેટરી, રેમ અને પ્રોસેસરની માહિતી.
સ્ટોરેજ અને કલર વિકલ્પો
Samsung Galaxy A17 5G ના 6GB RAM અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત ભારતમાં 18,999 રૂપિયા છે. 8GB+128GB અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે 20,499 રૂપિયા અને 23,499 રૂપિયા છે. આ સ્માર્ટફોન તમને Samsung India E-Store, Amazon અને Flipkart તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બજારોમાંથી Black, blue અને Gray રંગના વિકલ્પો મળશે.
ફીચર્સ
આ ફોન Android 15 પર આધારિત One UI 7 પર કાર્ય કરે છે. તેમાં 6.7 ઇંચની Full HD+ (1080x2340 પિક્સલ્સ) ઇન્ફિનિટી-U સુપર AMOLED ડિસ્પ્લે છે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. પાણીથી પ્રોટેક્શન માટે તેમાં IP54-રેટેડ બિલ્ડ સાથે આવે છે. Galaxy A17 5G 5nm Octa-core Exynos 1330 SoC દ્વારા સંચાલિત છે અને બાયોમેટ્રિક સિક્યોરિટી માટે સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવમાં આવે છે.
કેમેરા સેટઅપ
નવા સેમસંગ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં f/1.8 અપર્ચર અને ઓટોફોકસ સાથે 50mp નો પ્રાઇમરી કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરો સામેલ છે. અને સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 13mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
કનેક્ટિવિટી વિકલ્પો
Galaxy A17 5G ના કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.3 અને USB Type-C નો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી છે જે, 25W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. અને આ ફોનના ડિમેન્શન્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનની જાડાઈ 7.5mm અને વજન 192 ગ્રામ છે.





















