Salman Khan : બોલીવુડના 'ભાઈજાન' એટલે કે, સલમાન ખાન હાલમાં જ ગુજરાતના જામનગરમાં જોવા મળ્યા હતા. સલમાન ખાન જ્યાં પણ જાય ત્યાં ફેન્સની ભીડ ઉમટી પડતી હોય છે, પરંતુ જામનગર એરપોર્ટ પર એક એવી ઘટના બની જેનાથી સલમાન ખાનની સિક્યોરિટી ટીમ એકાએક ચોંકી ગઈ હતી. આ સાથે જ સલમાન ખાને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી છે.
એરપોર્ટ પર થઈ અફરાતફરી
સલમાન ખાન જ્યારે જામનગર એરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આ ભીડમાં સલમાન ખાન એક નાના બાળક સાથે ફોટો પડાવવા માટે ઉભો રહ્યો હતો. બરાબર એ જ સમયે એક અજાણ્યો વ્યક્તિ તેની ખૂબ નજીક આવી ગયો અને સલમાન ખાનના ખભા પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો. આ જોઈને સલમાન ખાનની અંગત સુરક્ષા ટીમ તરત જ હરકતમાં આવી ગઈ અને તે વ્યક્તિને તાત્કાલિક પાછળ ધકેલી દીધો હતો.
સલમાન ખાનનો સંયમ અને શાંતિનો ઈશારો
આ આકસ્મિક ઘટનાથી સુરક્ષાકર્મીઓ થોડા ગભરાઈ ગયા હતા, પરંતુ સલમાન ખાને ખૂબ જ શાંતિથી પરિસ્થિતિ સંભાળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ખાન તે વ્યક્તિ તરફ જુએ છે અને પછી તરત જ પોતાની સુરક્ષા ટીમને શાંત રહેવા માટે ઈશારો કરે છે. આટલી હલચલ વચ્ચે પણ સલમાન ખાન તે બાળક સાથે પોઝ આપવાનું ચાલુ રાખે છે, જે સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી રહ્યું છે.અનંત અંબાણીને પાઠવી અનોખી શુભેચ્છા
બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો આજે જન્મદિવસ છે. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર અનંત સાથેની કેટલીક જૂની અને યાદગાર તસવીરો શેર કરી છે. સલમાન ખાને લખ્યું કે, "સૌથી નિસ્વાર્થ અને દયાળુ વ્યક્તિ, જે ઘણા લોકો માટે પ્રેરણા છે, તેવા મારા નાના ભાઈ અનંતને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
અનંત માટે ભાઈજાનના ખાસ શબ્દો
સલમાન ખાને અનંત અંબાણીના વખાણ કરતા અન્ય એક પોસ્ટમાં ખૂબ જ મહત્વની વાત કહી હતી. તેણે લખ્યું કે, "આ વાત યાદ રાખજો, જો ભૂલાઈ જતી હોય તો ક્યાંક લખી રાખજો, આ માણસ દેશને ઘણો આગળ લઈ જશે." સલમાન ખાને અનંતને દિલ અને દિમાગથી 'અસલી અંબાણી' ગણાવતા તેને લાંબા આયુષ્યની અને ખુશીઓની પ્રાર્થના કરી છે.






