Home Tech/Gadgets Reliance Jio Launches Happy New Year 2026 Prepaid Plan Know The Offer

Reliance Jio એ Happy New Year 2026 પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો! : Jio ના આ પ્લાનમાં 35,100 રૂપિયાનું સબ્સ્ક્રિપ્શન ફ્રી!

Reliance Jio એ Happy New Year 2026 પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો!
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 06:28 AM IST

Know information about Jio's Happy New Year prepaid plan: દેશની મોટી ટેલિકોમ કંપની, રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ પ્લાનમાં નવા રિચાર્જ પ્લાનને રજૂ કર્યો છે. આ પ્લાન Happy New Year 2026 હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ પ્લાનનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને લાંબા ગાળાની માન્યતા, એન્ટરટેનમેન્ટ લાભો અને AI સર્વિસ મળી રહે છે. પ્લાન ₹103 થી શરૂ થાય છે અને તેમાં ₹500 નો માસિક પ્લાન અને ₹3599 નો વાર્ષિક પ્લાન સામેલ છે. નવા પ્લાનમાં Google સાથેની પાર્ટનરશીપમાં ફ્રી Gemini Pro AI સેવા પણ આપવામાં આવે છે. આ નવા પ્રીપેડ પ્લાન Jio ની ઓફિશિયલ વેબસાઇટ અને MyJio એપ પર ઉપલબ્ધ રહેશે. જાણો Jio ના હેપ્પી ન્યૂ યર પ્રીપેડ પ્લાન વિશેની માહિતી.

Jio Hero Annual Recharge

Jio Hero Annual Recharge ની કિંમત ₹3,599 છે. આ પ્લાન એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેમને લાંબા ગાળાના ટેલિકોમ લાભોની જરૂર હોય છે. આ પ્લાન 365 દિવસની માન્યતા આપે છે. આ પ્લાન દરરોજ 2.5GB ડેટા પ્રદાન કરે છે, જેમાં અમર્યાદિત 5G ડેટાનો સમાવેશ થાય છે. તે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS સંદેશાઓ પણ પ્રદાન કરે છે. અન્ય ફાયદાઓમાં 18 મહિના માટે Google Gemini Pro પ્લાનનું સબ્સ્ક્રિપ્શન સામેલ છે. Gemini Pro ની 18 મહિના માટેની કિંમત આશરે 35,100 રૂપિયા છે.

Jio Super Celebration Monthly Plan

Jio Super Celebration Monthly Plan ની કિંમત ₹500 છે. આ પ્લાન એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ એક મહિના માટે ટેલિકોમ અને એન્ટરટેનમેન્ટ લાભોનો આનંદ માણવા માંગે છે. તે 28 દિવસની માન્યતા સાથે આવે છે અને દરરોજ 2GB ડેટા આપે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ આપે છે. તે દરરોજ 100sms પણ આપે છે. અન્ય બેનિફિટમાં YouTube Premium, Jio Hotstar, Amazon PVME, Sony Liv, Zee5, Lionsgate Play, Discovery Plus, Sun Next, Kancha Lannka, Planet Marathi, Chaupal, FanCode અને Hoichoi નો સમાવેશ થાય છે. વધુમાં, આ પ્લાનમાં 18 મહિના માટે Google Gemini Pro નું મફતમાં ઍક્સેસ મળે છે.

Jio Flexi Pack

Jio Flexi Pack ફક્ત ₹103 માં આવે છે અને કુલ 5GB ડેટા ઓફર કરે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસ છે. એન્ટરટેનમેન્ટ માટે, યુઝર્સ ત્રણ પેકમાંથી પસંદગી કરવાની રહેશે. હિન્દી પેકમાં JioHotstar, Zee5 અને SonyLIV સામેલ છે. ઇન્ટરનેશનલ પેકમાં JioHotstar, FanCode, Lionsgate અને Discovery+ સામેલ છે. રીજનલ પેકમાં JioHotstar, SunNXT, Kancha Lanka અને Hoichoi સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now