અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં એક પાલતુ શ્વાને ચાર મહિનાની નિર્દોષ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવના પગલે પોલીસે તાત્કાલિક પગલાં લઇ શ્વાન કબજે કર્યું છે અને તેના માલિકની ધરપકડ કરી છે.
આ ઘટના પછી અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) શહેરના તમામ ડોગ માલિકોને માટે રજીસ્ટ્રેશન ફરજીયાત જાહેર કર્યું છે. એએમસીએ જાહેરનામું બહાર પાડીને 31 મે 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાની અવધિ આપી છે. સમયમર્યાદા બાદ રજીસ્ટ્રેશન ન કરાવનારા માલિકોને દંડનો સામનો કરવો પડશે.
આંકડાઓ પરથી ખુલાસો
શહેરમાં અંદાજે 50,000 પાલતુ શ્વાનો છે, જેમાંથી માત્ર 5,500 શ્વાનોનું જ રજીસ્ટ્રેશન થયું છે. બાકી બધા શ્વાન અનરજીસ્ટર્ડ છે, જેને લઈને હવે એએમસી વધુ સક્રિય બની છે.
ડોગ માલિકો માટે AMCની સૂચના:
શ્વાનને હડકવા વિરોધી રસી અપાવવી ફરજીયાત છે.
શ્વાન માટે એએમસીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત.
નક્કી કરેલી રજીસ્ટ્રેશન ફી ભરવી રહેશે.
રજીસ્ટ્રેશનની અવધિ પૂરી થયા બાદ તેનો રિન્યૂઅલ કરાવવો પડશે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો?
AMCની વેબસાઈટ Ahmedabadcity.gov.in પર જાઓ.
Important Links વિભાગમાં "Pet Dog Registration" પસંદ કરો.
તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો, OTP મળ્યા પછી આગળ વધો.
શ્વાનની વિગતો (પ્રકાર, ઉંમર), માલિકનું સરનામું અને ફોન નંબર ભરો.
નીચેના દસ્તાવેજ અપલોડ કરો:
આધાર/ચૂંટણી કાર્ડ
ટેક્સ બિલ
લાઈટ બિલ
શ્વાન અને નિવાસસ્થાનના ફોટા
નક્કી કરેલી ફી ભર્યા બાદ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
નાગરિકોની સલામતી માટે જરૂરી પગલું
એએમસી દ્વારા લીધેલ આ પગલું નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શ્વાનો પર નિયંત્રણ રાખવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ડોગ રજીસ્ટ્રેશન Now ફરજીયાત બન્યું છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





