Redmi Turbo 5 Max will be launched with a massive 9000mAh battery: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Redmi ટૂંક સમયમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ Redmi Turbo 5 Max ની ડિઝાઇન, મુખ્ય ફીચર્સ અને બેટરી વિશે વિગતો જાહેર કરી છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 9500s પ્રોસેસર દ્વારા સંચાલિત હશે.
Redmi Turbo 5 Max નું ટીઝર
રિપોર્ટ્સ અનુસાર, Redmi એ ખુલાસો કર્યો છે કે, આગામી સ્માર્ટફોનમાં 9000mAh બેટરી હશે. આ Xiaomi સબ-બ્રાન્ડ દાવો કરે છે કે, તે 'લગભગ 10000mAh બેટરી જેટલો લાંબો સમય ચાલશે.' સ્માર્ટફોનમાં એક ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ હશે, જે ઊભી રીતે મૂકવામાં આવેલા પિલ-આકારના કેમેરા મોડ્યુલમાં રાખવામાં આવશે. તેમાં પાછળના પેનલના નીચેના જમણા ખૂણા પર Redmi બ્રાન્ડિંગ છે. Redmi એ આ સ્માર્ટફોન માટે એક ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં, Redmi Turbo 5 Max બ્લૂ કલરમાં બતાવવામાં આવ્યો છે.
Redmi Turbo 5 Max ક્યારે લોન્ચ થશે?
Redmi Turbo 5 Max હાલમાં રજૂ કરાયેલા MediaTek Dimensity 9500s ચિપસેટ દ્વારા સંચાલિત હશે. કંપનીએ જણાવ્યું છે કે, આ ચિપસેટ ધરાવતો આ પહેલો સ્માર્ટફોન હશે. Redmi Turbo 5 Max ના રીઅર કેમેરા યુનિટમાં 50mp નો કેમેરા હશે. સ્માર્ટફોનમાં આગળના ભાગમાં કેમેરા માટે હોલ-પંચ કટઆઉટ છે. પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ જમણી બાજુએ છે. Redmi Turbo 5 Pro Max આ મહિને ચીનમાં લોન્ચ થવાની આપેક્ષા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં, આ સ્માર્ટફોન Poco બ્રાન્ડિંગ સાથે લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન આગામી Poco X8 સિરીઝનો ભાગ હોઈ શકે છે.
Redmi Turbo 5 ના ફીચર્સ અને ભારતમાં લોન્ચ થયેલ Redmi Note 15 5G ના ફીચર્સ
આ સ્માર્ટફોન સિરીઝનું બેઝ મોડલ હાલમાં ચીનમાં જોવા મળ્યું હતું. Redmi Turbo 5 માં 8,000 mAh બેટરી હોઈ શકે છે જે 100W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 8500 ચિપસેટ દ્વારા સંચાલિત હોઈ શકે છે. Redmi Turbo 5 માં 6.5 ઇંચની LTPS ફ્લેટ ડિસ્પ્લે હોઈ શકે છે. સુરક્ષા માટે આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોઈ શકે છે. Redmi Note 15 5G હાલમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 3,200 nits ના પીક બ્રાઇટનેસ લેવલ સાથે 6.77 ઇંચની ક્વાડ-કર્વ્ડ એજ AMOLED ડિસ્પ્લે છે.





















