Redmi Note 15 Pro : ચીની હેન્ડસેટ નિર્માતા કંપની Redmi આવતીકાલે (29 જાન્યુઆરી) ભારતમાં એક નવી સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝમાં Redmi Note 15 Pro 5G અને Note 15 Pro+ 5G સામેલ હશે. આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર લિસ્ટ કરવામાં આવ્યો છે.
Note 15 Pro 5G અને Note 15 Pro+ 5G ના કલર ઓપ્શન અને સ્ટોરેજ વેરિઅન્ટ
Redmi Note 15 Pro 5G ના માટે Silver Ash, Mirage Blue અને Carbon Black કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્માર્ટફોન 8GB RAM અને 128GB સ્ટોરેજ, તેમજ 8GB+256GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. Redmi Note 15 Pro+ 5G માં Mirage Blue, Coffee Mocha અને Carbon Black કલરમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્માર્ટફોન 8GB RAM અને 256GB સ્ટોરેજ, તેમજ 12GB+256GB અને 12GB+512GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયું છે. Redmi Note 15 Pro 5G અને Note 15 Pro+ 5G નું વેચાણ 3 ફેબ્રુઆરીથી Amazon પર શરૂ થશે.
Redmi Note 15 Pro 5G ની બેટરી અને ડિસ્પ્લે
એમેઝોન પરની લિસ્ટિંગમાં આ સ્માર્ટફોનના ફીચર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. આગામી સ્માર્ટફોનના પાછળના કેમેરા યુનિટમાં 200mp નો 'MasterPixel' કેમેરો હશે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) માટે સપોર્ટ સાથે હશે. આ સ્માર્ટફોન 4K પર વિડિઓ રેકોર્ડ કરી શકશે. આ સિરીઝના બેઝ મોડલમાં 6.83 ઇંચની 1.5K અલ્ટ્રા QHD AMOLED ડિસ્પ્લે હશે, જેનું પીક બ્રાઇટનેસ લેવલ 3,200 nits અને Corning Gorilla Glass Victus 2 પ્રોટેક્શન હશે. Redmi Note 15 Pro માં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર દ્વારા સંચાલિત હશે. આ સ્માર્ટફોનમાં 6580 mAh બેટરી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 18W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરશે.
Redmi Note 15 Pro+ 5G નું પ્રોસેસર અને બેટરી
Redmi Note 15 Pro+ 5G માં બેઝ મોડલ જેવો જ ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોનમાં Snapdragon 7s Gen 4 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. થર્મલ મેનેજમેન્ટ માટે તેમાં IceLoop કૂલિંગ સિસ્ટમ હશે. Redmi Note 15 Pro+ 5G ની 6500mAh બેટરી 100W હાઇપરચાર્જ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરશે. Redmi Note 15 5G ભારતમાં આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 108mp નો મુખ્ય કેમેરો છે. Redmi Note 15 5G માં 6.77 ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 5520mAh બેટરી છે.





















