Home Tech/Gadgets Redmi Note 15 Pro 5g Series To Be Launched In India Soon Know About 200mp Masterpixel Camera

Redmi Note 15 Pro 5G સિરીઝ ટૂંક સમયમાં થશે ભારતમાં લોન્ચ! : જાણો 6500mAh ની બેટરી, 200mp ના 'MasterPixel' કેમેરા વિશે

Redmi Note 15 Pro 5G સિરીઝ ટૂંક સમયમાં થશે ભારતમાં લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 12:43 PM IST

Redmi Note 15 Pro 5G series to launch in India soon: મોટી હેન્ડસેટ કંપનીઓમાંની એક Redmi ની નવી સ્માર્ટફોન સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. આ સિરીઝમાં બે મોડલ સામેલ હશે. આ સ્માર્ટફોન્સમાં Qualcomm નો Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવામાં આવશે. Redmi Note 15 Pro 5G અને Redmi Note 15 Pro+ 5G માં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ હશે.

ક્યારે લોન્ચ થશે અને કેમેરા યુનિટ

Redmi Note 15 Pro સિરીઝ ભારતમાં 29 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ચીની સ્માર્ટફોન નિર્માતા Xiaomi ના આ સબ-બ્રાન્ડના આ સ્માર્ટફોનના રિયર કેમેરા યુનિટમાં Optical Image Stabilization (OIS) માટે સપોર્ટ સાથે 200mp નો 'MasterPixel' કૅમેરો હશે. આ સ્માર્ટફોન 4K પર વિડિયો રેકોર્ડ કરી શકશે. આ સિરીઝમાં Redmi Note 15 Pro 5G અને Redmi Note 15 Pro+ 5G નો સમાવેશ થશે. આ સ્માર્ટફોન ભારતમાં Xiaomi ના ઓનલાઈન સ્ટોર દ્વારા વેચવામાં આવશે. આ સ્માર્ટફોનને Brown અને Gray કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Redmi Note 15 Pro 5G અને Redmi Note 15 Pro+ 5G ની બેટરી અને કૂલિંગ સિસ્ટમ

Redmi Note 15 સિરીઝને ઈન્ટરનેશનલ માર્કેટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. Redmi Note 15 Pro 5G અને Redmi Note 15 Pro+ 5G ના ડિસ્પ્લે માટે Corning Gorilla Glass Victus 2 પ્રોટેક્શન આપવામાં આવશે. આ સ્માર્ટફોન્સમાં 100W હાઇપરચાર્જ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6500mAh સિલિકોન બેટરી હશે. કંપનીએ કહ્યું છે કે, આ બેટરી પાંચ વર્ષ સુધી ચાલી શકે છે. આવનારી સ્માર્ટફોન સિરીઝમાં થર્મલ મેનેજમેન્ટ માટે IceLoop Cooling સિસ્ટમ હશે.

ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયેલ ફોનના ફીચર્સ અને ડિસ્પ્લે

ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ થયેલ, Redmi Note 15 Pro 5G માં 6.83 ઇંચની 1.5K (1280x2772 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે 120hz સુધીના રિફ્રેશ રેટ અને 3,200 nits ની ટોચની બ્રાઇટનેસ સ્તર સાથે છે. હાલમાં Redmi Note 15 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં FHD+ રિઝોલ્યુશન સાથે 6.77 ઇંચની ક્વોડ-કર્વ AMOLED ડિસ્પ્લે છે, 120hz ના રિફ્રેશ રેટ અને 3,200 nits નું પીક બ્રાઇટનેસ લેવલ સપોર્ટ કરે છે. ફોનમાં ડિસ્પ્લે ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. Redmi Note 15 5G માં પ્રોસેસર તરીકે Snapdragon 6s Gen 3 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 108mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. તેના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 20mp નો કૅમેરો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now