Home Tech/Gadgets Redmi A7 Pro 5g Launch Date Features Specs Gujarati

AI ફીચર્સ સાથે Redmi A7 Pro 5G આ દિવસે થશે લોન્ચ! : પાવરફુલ બજેટ ફોનમાં મળશે દમદાર બેટરી, જાણો ફીચર્સ અને ડિસ્પ્લે

Redmi A7 Pro 5G
Published by: Aryan Shah
Last Updated: Apr 07, 2026, 07:15 AM IST

Redmi A7 Pro 5G : Redmi એ આજે ​​જાહેરાત કરી છે કે, Redmi A7 Pro 5G આ મહિને ભારતમાં લોન્ચ થશે. Redmi ના આ નવા સ્માર્ટફોનમાં મોટી અને સ્મૂધ ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. કંપની આ ફોનમાં 6,300mAh ની બેટરી પેક આપે તેવી શક્યતા છે, જે તેના સેગમેન્ટમાં સૌથી મોટી છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ HyperOS 3 પર ચાલશે. આ સ્માર્ટફોનમાં 32mp ડ્યુઅલ રીઅર કેમેરા સિસ્ટમ આપવામાં આવશે. જાણો Redmi A7 Pro 5G ના ફીચર્સ અને ડિસ્પ્લે વિશેની સંપૂર્ણ માહિતી.

ભારતમાં Redmi A7 Pro 5G ક્યારે લોન્ચ થશે?

Redmi A7 Pro 5G ભારતીય બજારમાં 13 એપ્રિલે લોન્ચ થશે. આ સ્માર્ટફોન A7 Pro નું 5G વેરિઅન્ટ હશે, જે આ મહિનાની શરૂઆતમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયો હતો. લોન્ચ તારીખની સાથે, કંપનીએ ઘણા ફીચર્સ પણ જાહેર કરી દીધા છે.

Redmi A7 Pro 5G ની ડિસ્પ્લે અને પ્રોસેસર

Redmi A7 Pro 5G માં ઘણા સેગમેન્ટના પ્રીમિયમ ફીચર્સ જોવા મળશે, જેમાં સૌથી મોટી અને સ્મૂથ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે Redmi એ ડિસ્પ્લે અંગે સ્પષ્ટતા આપી નથી, ટીઝરમાં એક નાના અક્ષરોથી જાણકારી આપવામાં આવી છે કે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.9-ઇંચની હશે. ફોનમાં ઓક્ટા-કોર 5G પ્રોસેસર હોવાની અપેક્ષા છે. જોકે, બ્રાન્ડ અને વેરિઅન્ટ્સની પુષ્ટિ હજુ બાકી છે.

Redmi A7 Pro 5Gનું કેમેરા સેટઅપ અને AI ફીચર્સ

Redmi A7 Pro 5G, Android 16 પર બેસ્ડ HyperOS 3 પર ચાલશે. ફોનમાં Google ના Circle to Search અને બિલ્ટ-ઇન Gemini વૉઇસ આસિસ્ટન્ટ સહિત અનેક AI ફીચર્સ હશે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, A7 Pro 5G માં પાછળના ભાગમાં 32mp નો ડ્યુઅલ AI રીઅર કેમેરા હોઈ શકે છે, જેમાં AI એન્હાન્સમેન્ટ્સ પણ સામેલ છે. આગામી Redmi ફોનમાં 6,300mAh બેટરી હોવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત વિશે વધુ વિગતો લોન્ચ થયા પછી જાહેર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now