Realme Narzo Power 5G : ટેકનોલોજીની દુનિયામાં Realme એ ફરી એકવાર ધમાકો કર્યો છે. કંપનીએ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme Narzo Power 5G લોન્ચ કરી દીધો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેમને લાંબી બેટરી લાઈફ અને high-સ્પીડ પરફોર્મન્સની જરૂર હોય છે. આ ફોનમાં ભારતની સૌથી મોટી સ્માર્ટફોન બેટરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કિંમત અને આકર્ષક ઓફર્સ
Realme એ આ ફોનના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹27,999 અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત ₹29,999 રાખવામાં આવી છે. જોકે, પ્રથમ સેલ અંતર્ગત ₹3,000 બેંક ડિસ્કાઉન્ટ અને ₹1,000 ના વધારાના ઓફર સાથે તમે તેને માત્ર ₹23,999 ની અસરકારક કિંમતે ખરીદી શકો છો. આ સાથે 6 મહિનાની નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે.
શાનદાર ડિસ્પ્લે અને સુપર ફાસ્ટ પરર્ફોમન્સ
આ ફોનમાં 6.8-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેની 6500 nits ની પીક બ્રાઇટનેસને કારણે સૂર્યના તડકામાં પણ સ્ક્રીન એકદમ ક્લિયર દેખાય છે. સુરક્ષા માટે તેના પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i નું પ્રોટેક્શન પણ મળે છે. ફોનમાં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર છે, જે ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે બેસ્ટ છે. ગેમર્સ માટે આમાં ખાસ HyperVision+ AI ચિપ અને 7000mm² ની કૂલિંગ સિસ્ટમ છે, જે લાંબા સમય સુધી ગેમ રમવા છતાં ફોનને ગરમ થવા દેતી નથી. તે લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર કામ કરે છે.
પાવરફુલ કેમેરા સેટઅપ અને બેટરી
ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં બે કેમેરા છે, જેમાં 50mp નો મુખ્ય કેમેરો Sony IMX882 સેન્સર સાથે આવે છે, જે OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 16mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા લવર્સ માટે ઉત્તમ છે. આ ફોનની સૌથી મોટી તાકાત તેની 10,001mAh ની ટાઇટન બેટરી છે. આ બેટરી 4 વર્ષ સુધી ખરાબ થયા વગર ચાલશે તેવો કંપનીનો દાવો છે. સાથે જ 80W ફાસ્ટ ચાર્જિંગની મદદથી માત્ર 5 મિનિટના ચાર્જમાં તમે અડધો દિવસ ફોન વાપરી શકશો. આમાં રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ છે, એટલે કે તમે તમારા ફોનથી બીજા ગેજેટ્સ પણ ચાર્જ કરી શકો છો.
અન્ય ખાસ ફીચર્સ (Extra Features)
ડિઝાઇન : ટ્રાન્સવ્યૂ ડિઝાઇન જે ફોનને પ્રીમિયમ લુક આપે છે.
રંગ : Titan Silver and Titan Blue.
IP રેટિંગ : ધૂળ અને પાણીથી બચવા માટે IP68 અને IP69 રેટિંગ.
કનેક્ટિવિટી : 5G, WiFi 6 અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર.




















