Home Tech/Gadgets Realme Narzo 90 Series Price Leaked Before Launch Know The Information Of This Phone

લોન્ચ પહેલા Realme Narzo 90 સિરીઝની કિંમત લીક! : 7000mAh બેટરી, 60W ચાર્જિંગ જેવા ફીચર્સ આ તારીખે થશે લોન્ચ

લોન્ચ પહેલા Realme Narzo 90 સિરીઝની કિંમત લીક!
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 12:38 PM IST

Realme Narzo 90 series set to launch in India: કંપની 16 ડિસેમ્બરે ભારતમાં Realme Narzo 90 સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં Realme Narzo 90 5G અને Narzo 90x 5G નો સમાવેશ થશે. લોન્ચ પહેલા બંને સ્માર્ટફોનની કિંમતની વિગતો લીક થઈ ગઈ છે. કંપની ઘણા સમયથી સ્માર્ટફોનના સ્પેશીફીકેશન વિશે ટીઝ કરી રહી છે. આ ફોનમાં 7000mAh સુધીની બેટરી હશે અને 60W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. જાણો સંપૂર્ણ માહિતી.

Realme Narzo 90 ની કિંમત

Realme Narzo 90 સિરીઝના લોન્ચ પહેલા, સ્માર્ટફોનની કિંમતની વિગતો સામે આવી છે. Realme Narzo 90 5G અને Narzo 90x 5G ની ભારતમાં કિંમત લીક થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, Realme Narzo 90 5G ની કિંમત ₹17,999 છે, જ્યારે Narzo 90x 5G ની કિંમત ₹14,999 છે. પ્રારંભિક બેંક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ સહિત આ કિંમતો હોઇ શકે છે.

Realme Narzo 90 5G ના કલર વેરિઅન્ટ્સ અને વજન

Realme Narzo 90 સિરીઝ માટે એક ડેડીકેટેડ સાઇટ પણ એમેઝોન પર લાઇવ કરવામાં આવ્યો છે. ફોનના કલર વેરિઅન્ટ્સ પણ ત્યાં જાહેર કરવામાં આવ્યા છે. વેનીલા Narzo 90 5G ફોન વિક્ટરી ગોલ્ડ અને કાર્બન બ્લેક કલરમાં આવી શકે છે. આ ફોનનું વજન 181 ગ્રામ અને જાડાઈ 7.79mm હશે.

Realme Narzo 90x 5G ના કલર ઓપ્શન અને બેટરી

બીજી તરફ, Narzo 90x 5G, નાઈટ્રો બ્લુ અને ફ્લેશ બ્લુ શેડ્સમાં ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે. બંને ફોનમાં 7000mAh બેટરી હશે અને 60W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. Narzo 90 5G બાયપાસ ચાર્જિંગ અને વાયર્ડ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. બ્રાન્ડે ધૂળ અને પાણીથી પ્રોટેક્શન માટે IP66+IP68+IP69 રેટિંગ પણ આપ્યા છે. સીરિઝનું લોન્ચિંગ ફક્ત 16 ડિસેમ્બરે થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now