Home Tech/Gadgets Realme C83 5g Launched With 144hz Display Know Information About Price And Features

Realme C83 5G; 144Hz ડિસ્પ્લે સાથે થયો લોન્ચ! : 7000mAh ની બેટરી અને 5G સ્પીડ, જાણો કિંમત અને ફીચર્સ વિશેની માહિતી

Realme C83 5G; 144Hz ડિસ્પ્લે સાથે થયો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 09:05 AM IST

Realme C83 5G : ટેકનોલોજીની દુનિયામાં Realme એ ફરી એકવાર ધમાકો કર્યો છે. કંપનીએ તેની લોકપ્રિય 'C' સિરીઝ અંતર્ગત નવો સ્માર્ટફોન Realme C83 5G ભારતીય માર્કેટમાં ઉતાર્યો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે, જેમને ઓછી કિંમતમાં લાંબો બેટરી બેકઅપ અને સ્મૂથ ડિસ્પ્લે જોઈએ છે. જાણો આ ફોનની કિંમત અને તેના ફીચર્સ વિશેની માહિતી.

ડિસ્પ્લે અને ડિઝાઇન

Realme C83 5G માં 6.8-ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેની સૌથી મોટી ખાસિયત તેનો 144Hz રિફ્રેશ રેટ છે, જે ગેમિંગ અને વીડિયો જોવાનો અનુભવ એકદમ સ્મૂથ બનાવે છે. 900 nits પીક બ્રાઇટનેસ સાથે આ ફોન તડકામાં પણ સરળતાથી વાપરી શકાય છે.

પાવરફુલ બેટરી અને ચાર્જિંગ

આ સ્માર્ટફોનનું મુખ્ય આકર્ષણ તેની 7000mAh ની વિશાળ બેટરી છે. જે યુઝર્સ આખો દિવસ ફોન વાપરે છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ફોન 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તેમાં રિવર્સ વાયર્ડ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ જેવા આધુનિક ફીચર્સ પણ મળે છે.

પ્રોસેસર અને પરફોર્મન્સ

ફોનમાં MediaTek Dimensity 6300 ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 5G કનેક્ટિવિટી પૂરી પાડે છે. ગ્રાફિક્સ માટે Mali G57 MC2 GPU છે. સ્ટોરેજની વાત કરીએ તો, આ ફોન 4GB અને 6GB RAM ના ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે.

કેમેરા અને સ્પેશિયલ ફીચર્સ

ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં LED ફ્લેશ સાથે 13mp નો કેમેરો અને સેલ્ફી માટે 5mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ ફોન Android 16 પર બેસ્ડ realme UI 7.0 પર ચાલે છે. ફોનમાં 'AI આઉટડોર મોડ' છે જે બહારના વાતાવરણ મુજબ ફોનનું પરફોર્મન્સ એડજસ્ટ કરે છે.

મજબૂતી અને કનેક્ટિવિટી

Realme C83 5G માત્ર ફીચર્સમાં જ નહીં પણ મજબૂતીમાં પણ આગળ છે. તેને IP64 રેટિંગ અને MIL STD 810H મિલિટરી-ગ્રેડ શોર્ટ રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન મળ્યું છે, જે તેને પડવા કે પાણીના છાંટાથી સુરક્ષિત રાખે છે. કનેક્ટિવિટી માટે 5G, બ્લૂટૂથ 5.3 અને ટાઇપ-C પોર્ટ જેવા તમામ જરૂરી ઓપ્શન્સ મળે છે.

કિંમત અને વેચાણ

Realme એ આ ફોનને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે:

  • 4GB+64GB : ₹13,499

  • 4GB+128GB : ₹14,499

  • 6GB+128GB : ₹17,499

આ ફોન 7 માર્ચ 2026 થી Flipkart અને realme ની ઓફિશિયલ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે Blooming Purple અને Sprouting Green કલરમાં ખરીદી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now