Home Tech/Gadgets Realme C81 India Launch Battery Display Features

ટૂંક સમયમાં Realme C81 માર્કેટમાં કરશે ધમાકેદાર એન્ટ્રી! : મોટી બેટરી અને સ્મૂધ ડિસ્પ્લે સાથે બજેટ સેગમેન્ટમાં બનશે ગેમ ચેન્જર

Realme C81
Published by: Aryan Shah
Last Updated: Apr 21, 2026, 01:41 PM IST

Realme C81 : ટેકનોલોજીની દુનિયામાં જાણીતી કંપની Realme હવે ભારતીય બજારમાં પોતાનો નવો બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Realme C-સિરીઝ હેઠળ આવનારા આ ફોનનું નામ Realme C81 છે. જોકે કંપનીએ હજુ સુધી ઓફિશિયલ રીતે તારીખ જાહેર કરી નથી, પરંતુ લીક થયેલી માહિતી મુજબ આ ફોનમાં પાવરફૂલ પ્રોસેસર, જબરદસ્ત બેટરી અને દમદાર ડિસ્પ્લે સાથે આવશે.

નવા નામ સાથે એન્ટ્રી

રિપોર્ટ્સ મુજબ, Realme C81 એ ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ Realme Note 80 નું જ નવું વર્ઝન હોઈ શકે છે. Realme ઘણીવાર તેના ગ્લોબલ મોડલ્સને ભારતમાં અલગ નામ સાથે લોન્ચ કરે છે. મોડલ નંબર RMX5388 ના કારણે એવી ચર્ચાઓ છે કે, આ ફોન Note 80 ની જેમ જ પાવરફૂલ હશે.

મોટી અને સ્મૂધ ડિસ્પ્લે

જો તમને મોટી સ્ક્રીન પર વીડિયો જોવાનો કે સોશિયલ મીડિયા વાપરવાનો શોખ છે, તો આ ફોન તમને ગમશે. Realme C81 માં 6.74-ઇંચની મોટી HD+LCD ડિસ્પ્લે મળી શકે છે. આ સ્ક્રીનને વધુ સ્મૂધ બનાવવા માટે તેમાં 90Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, જે ગેમિંગ અને સ્ક્રોલિંગનો સારો એક્સપિરિયન્સ આપશે.

બેટરી છે સૌથી મોટી તાકાત

આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત તેની 6,300mAh ની વિશાળ બેટરી છે. બજેટ રેન્જના ફોનમાં આટલી મોટી બેટરી ભાગ્યે જ જોવા મળે છે. લાંબા સમય સુધી ચાલતી આ બેટરીને ચાર્જ કરવા માટે 15W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળશે.

દમદાર પરફોર્મન્સ

ફોનના અંદરના ભાગની વાત કરીએ તો, તેમાં Unisoc T7250 ચિપસેટ આપવામાં આવશે. આ પ્રોસેસર રોજિંદા કામકાજ માટે એકદમ યોગ્ય છે. આ સાથે જ ફોન લેટેસ્ટ Android 15 પર બેસ્ડ Realme UI પર ચાલશે, જેનાથી યુઝર્સને નવા સોફ્ટવેર ફિચર્સનો લાભ મળશે.

સ્ટોરેજ અને કલરના ઓપ્શન

Realme C81 મુખ્યત્વે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થઈ શકે છે:

4GB RAM+64GB સ્ટોરેજ

4GB RAM+128GB સ્ટોરેજ

કલરની વાત કરીએ તો, આમાં 'Glacier Blue' અને 'Storm Black' જેવા આકર્ષક કલર ઓપ્શન્સ મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now