Realme launched the Realme 16 Pro series on January 6: Realme એ આજે, 6 જાન્યુઆરીએ ભારતમાં Realme 16 Pro સિરીઝ લોન્ચ કરી. Realme 16 Pro+ માં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે 16 Pro માં MediaTek Dimensity 7300 MAX ચિપસેટ છે. બંને ફોન Android 16 પર આધારિત Realme UI 7.0 પર ચાલે છે. જાણો Realme 16 Pro સિરીઝના ફીચર્સ, કિંમતની માહિતી.
Realme 16 Pro અને Realme 16 Pro+ ની કિંમત
Realme 16 Pro ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹31,999, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹33,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 છે. આ ફોન Master Gold, Pebble Gray અને Orchid Purple કલરમાં ઉપલબ્ધ છે. Realme 16 Pro+ ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹39,999, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹41,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹44,999 છે. તે Master Gold અને Master Gray કલરમાં ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોન 9 જાન્યુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Realme 16 Pro અને Realme 16 Pro+ ની ડિસ્પ્લે અને પ્રોસેસર
Realme 16 Pro સિરીઝમાં 6500 nits સુધીની બ્રાઇટનેસ સાથે AMOLED ડિસ્પ્લે છે. આ ફોન TÜV Rheinland સર્ટિફાઇડ છે. કંપનીએ આ ફોનમાં NEXT AI નો સમાવેશ કર્યો છે. Realme 16 Pro+ માં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે, જ્યારે Realme 16 Pro માં MediaTek Dimensity 7300 MAX ચિપસેટ આપવામાં આવ્યું છે. બંને ફોન Android 16 પર આધારિત Realme UI 7.0 પર ચાલે છે. કંપની ત્રણ વર્ષ માટે Android અપડેટ્સ અને ચાર વર્ષ માટે સિક્યોરિટી પેચનું વચન આપે છે.
Realme 16 Pro અને Realme 16 Pro+ નું કેમેરા સેટઅપ અને બેટરી
કેમેરા સેટઅપની વાત કરીએ તો, Realme 16 Pro સિરીઝમાં પાછળના ભાગમાં 200mp નો મુખ્ય કેમેરો અને 50mp નો પેરિસ્કોપ કેમેરો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો સેલ્ફી કેમેરો છે. બંને સ્માર્ટફોન 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7000mAh બેટરી આપવામાં આવી છે. બંને ફોનને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે IP66/68/69/69K રેટિંગ છે.





















