Home Tech/Gadgets Realme 14 Pro Plus Is Getting A Discount Of More Than 10000

Realme ના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે ₹10,000 થી વધુનું ડિસ્કાઉન્ટ : જબરદસ્ત બેટરી અને કેમેરા હવે સસ્તી કિંમતે

Realme 14 Pro Plus
Published by: Aryan Shah
Last Updated: Apr 12, 2026, 07:53 AM IST

Realme's smartphone : Realme એ તેના ગ્રાહકો માટે ઘણા મિડ-રેન્જ સ્માર્ટફોનના ઓપ્શન પ્રદાન કર્યા છે. એવી જ એક લોકપ્રિય સિરીઝ Realme 14 Pro છે, જેનું હાઇ-એન્ડ મોડલ હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Flipkart પર ₹10,000 થી વધુના ડિસ્કાઉન્ટ સાથે Realme 14 Pro Plus મોડલ ખરીદવાની સુવર્ણ તક છે. કંપનીએ ફોન પર 26% ડિસ્કાઉન્ટ આપ્યું છે. ફોનમાં 50mp નો મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 6000mAh ની વિશાળ બેટરી છે. જાણો Realme 14 Pro Plus ની નવી કિંમત, ઓફર્સ અને ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

Realme 14 Pro Plus ની નવી કિંમત અને ડિસ્કાઉન્ટ ઓફર્સ

Realme 14 Pro Plus નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ છે. ફોનના 8GB RAM, 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત સામાન્ય રીતે ₹33,999 છે. જોકે, ફ્લિપકાર્ટે ફોનને 26% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કર્યો છે, જેનાથી તેની કિંમત અસરકારક રીતે ₹24,999 થઈ ગઈ છે. આનો અર્થ એ થાય કે, Realme 14 Pro Plus ની MRP પર સીધું ₹9,000 નું ડિસ્કાઉન્ટ મળશે. વધુમાં, બેંક ઑફર્સ પણ ઉપલબ્ધ છે.

Realme 14 Pro Plus પર ઉપલબ્ધ બેંક ઓફર

કંપની Realme 14 Pro Plus પર શાનદાર બેંક ઓફર પણ આપી રહી છે. જો તમે Flipkart, SBI અથવા Axis Bank ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદો છો, તો તમને ₹1,250 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આનો અર્થ એ થયો કે આ ફોન લગભગ ₹10,250 ના કુલ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. વધુ વિગતો માટે તમે ઑફર પેજની મુલાકાત લઈ શકો છો.

Realme 14 Pro Plus ના ફીચર્સ અને કેમેરા સેટઅપ

Realme 14 Pro Plus માં 2800x1272 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.83-ઇંચની 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 3840Hz PWM ડિમિંગ સપોર્ટ છે. Realme 14 Pro Plus માં 2.5GHz ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર અને Adreno 720 GPU દ્વારા સંચાલિત છે. આ ફોન 8GB/12GB LPDDR4X RAM, 256GB/512GB (UFS 3.1) સ્ટોરેજ સાથે આવે છે અને Android 15-બેસ્ડ Realme UI 6.0 પર ચાલે છે. Realme 14 Pro+ માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 8mp નો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને પાછળના ભાગમાં 50mp નો 3X પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. સેલ્ફી માટે, ફોનમાં 32mp નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now