Home Sports IPL 2026 Rcb Vs Lsg Ipl 2026 Match Preview Bangalore

IPL 2026; RCB ના હોમગ્રાઉન્ડ પર LSG નું રાજ! : બેંગલુરુ પાસે ટેબલ ટોપર બનવાની તક, કોણ જીતશે?

Rajat Patidar, Krunal Pandya, Mohammed Shami, Rishabh Pant
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 11:16 AM IST

RCB vs LSG : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની સિઝન હવે રોમાંચક ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે રમાનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની ટક્કર ખાસ મહત્વ ધરાવે છે. એક તરફ RCB પાસે પોતાના હોમગ્રાઉન્ડ પર ઇતિહાસ બદલવાનો મોકો છે, તો બીજી તરફ LSG ફરી એકવાર ચિન્નાસ્વામીમાં પોતાની દાદાગીરી જાળવી રાખવા ઉતરશે.

ચિન્નાસ્વામીમાં RCB માટે ‘અનસોલ્વ્ડ ચેલેન્જ’

બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ IPL માં હાઇ-સ્કોરિંગ મેચો માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ આ જ ગ્રાઉન્ડ RCB માટે લખનઉ સામે એક અજાણ્યો પડકાર બની ગયું છે. અત્યાર સુધી અહીં રમાયેલી તમામ મેચોમાં LSG એ RCB ને હરાવ્યું છે. આજની મેચ RCB માટે માત્ર 2 પોઈન્ટ્સ મેળવવાની નથી, પરંતુ ‘હોમ જિન્ક્સ’ તોડવાની પણ છે. જો ટીમ આજે જીતે છે, તો તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે છે, જે RCB ને પ્લેઓફ માટે મજબૂત દાવેદાર બનાવશે.

હેડ-ટુ-હેડ અને ભૂતકાળનો ઈતિહાસ

બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 6 મુકાબલા રમાયા છે. જેમાં RCB એ 4 મેચ જીતી છે, જ્યારે LSG એ 2 જીત મેળવી છે. પરંતુ આ આંકડામાં એક રસપ્રદ બાબત છે, લખનઉની બંને જીત બેંગલુરુના હોમગ્રાઉન્ડ પર આવી છે. એટલે કે, આ મેદાન પર માનસિક રીતે LSG આગળ છે. ગયા સિઝનમાં જ્યારે બંને ટીમો લખનઉમાં ભીડાઈ હતી, ત્યારે RCB એ 230 રનનો વિશાળ ટાર્ગેટ માત્ર 18.4 ઓવરમાં ચેઝ કરીને પોતાની બેટિંગ પાવરનો પરિચય આપ્યો હતો.

RCBની બેટિંગ ફાયરપાવર અને પાટીદારનો ફોર્મ

RCB આ સિઝનમાં ખાસ કરીને બેટિંગમાં અત્યંત મજબૂત દેખાઈ રહી છે. કેપ્ટન રજત પાટીદાર હાલમાં ટીમ માટે સૌથી મોટું હથિયાર બની રહ્યો છે. પાટીદાર 195 રન સાથે ટુર્નામેન્ટના ટોપ સ્કોરર્સમાં ચોથા ક્રમે છે. રજત પાટીદાર આ મેચમાં માત્ર 30 રન બનાવતા જ તે ટોપ રન સ્કોરર્સમાં નંબર-1 બની જશે. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ પણ શાનદાર ફોર્મમાં છે જે RCB ને પાવરપ્લેમાં દમદાર શરૂઆત અપાવી શકે છે. આ બેટિંગ લાઇનઅપ ચિન્નાસ્વામી જેવી બેટિંગ ફ્રેન્ડલી પિચ પર કોઈ પણ સ્કોરને પાર કરી શકે છે. બોલિંગમાં જેકબ ડફી 6 વિકેટ સાથે ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે.LSG માટે ચિંતા : બેટિંગમાં સંઘર્ષ

લખનઉ માટે સૌથી મોટી સમસ્યા તેની બેટિંગ રહી છે. અત્યાર સુધી ટીમનો કોઈ પણ બેટર 110 રન પાર કરી શક્યો નથી. એડન માર્કરમ ટીમનો ટોપ સ્કોરર છે, પરંતુ કુલ લિસ્ટમાં ખૂબ પાછળ. કેપ્ટન રિષભ પંતે માત્ર એક ફિફ્ટી નોંધાવી છે. અન્ય બેટર્સ સતત નિષ્ફળ જઈ રહ્યા છે. જોકે, બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવે ટીમને ટકી રાખી છે. ખાસ કરીને પાવરપ્લેમાં શમીની બોલિંગ મેચનું દિશા બદલી શકે છે.

આ પણ ખાસ વાંચો : વિરાટ કોહલીને આ શું થયું? : રિષભ પંત સાથેના ફોટોમાં કંઈક એવું દેખાયું કે ચાહકોની ચિંતા વધી, શું આજે મેદાનમાં ઉતરશે કિંગ કોહલી?

પિચ રિપોર્ટ અને હવામાન

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ સિઝનમાં રમાયેલી બન્ને મેચોમાં ચારેય ઇનિંગ્સમાં 200 થી વધુ રન બન્યા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નાના બાઉન્ડરી અને ફ્લેટ પિચ બેટર્સ માટે અનુકૂળ હોય છે. ડ્યૂ ફેક્ટરને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સેકન્ડ ઇનિંગ્સમાં ચેઝ સરળ રહે છે. હવામાન સંપૂર્ણપણે અનુકૂળ છે, વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન મેચ દરમિયાન લગભગ 28 ડિગ્રી આસપાસ રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરે તેવી શક્યતા છે.

આ પણ ખાસ વાંચો : રીલનો ક્રેઝ બન્યો માથાનો દુખાવો! : સ્ટેડિયમમાં ટ્રેન્ડ ફોલો કરતાં મહિલાને લાગ્યો 70 હજાર રૂપિયાનો ફટકો!

RCB vs LSG ની સંભવિત પ્લેઇંગ-12

RCB : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ/મંગેશ યાદવ, જેકબ ડફી, સુયશ શર્મા.

LSG : એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, દિગ્વેશ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, જ્યોર્જ લિન્ડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now