Home Sports Ipl 2026 Reel Video Girl Lost 70000 Ring Mullanpur Stadium

રીલનો ક્રેઝ બન્યો માથાનો દુખાવો! : સ્ટેડિયમમાં ટ્રેન્ડ ફોલો કરતાં મહિલાને લાગ્યો 70 હજાર રૂપિયાનો ફટકો!

PBKS vs SRH
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 09:23 AM IST

IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગની 2026 ની સિઝન અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. ક્રિકેટના આ રોમાંચની સાથે મેદાન પર અવનવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલમાં જ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં એક એવી ઘટના બની જે જાણીને તમે પણ ચોંકી જશો. એક મહિલા ફેન એ સ્ટેડિયમમાં બેસીને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી ખૂબ જ મોંઘી સાબિત થઈ છે.

મેચનો રોમાંચ અને અણધારી ઘટના

IPL 2026 ની 17 મી મેચ 11 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પંજાબે જીત મેળવી હતી, પરંતુ સ્ટેડિયમમાં હાજર એક મહિલા પ્રશંસક માટે આ દિવસ કાયમ માટે યાદગાર બની ગયો, પણ ખોટા કારણોસર. સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો લેવાના ચક્કરમાં મહિલાએ પોતાની કિંમતી વીંટી ગુમાવી દીધી હતી.

70 હજારની વીંટી હવામાં ગાયબ

મહિલા ચાહક સ્ટેડિયમમાં એક ટ્રેન્ડ ફોલો કરીને રીલ શૂટ કરી રહી હતી. વીડિયો બનાવવા માટે તેણે પોતાની 70 હજાર રૂપિયાની કિંમતની વીંટી હવામાં ઉછાળવાનું નાટક કર્યું હતું, પરંતુ કમનસીબે વીંટી ખરેખર તેના હાથમાંથી સરકી ગઈ અને સ્ટેડિયમની સીટો વચ્ચે ક્યાંક ખોવાઈ ગઈ. મહિલાએ તાત્કાલિક નીચે જોયું અને તેના સાથીઓ સાથે શોધખોળ શરૂ કરી, પરંતુ ઘણો પ્રયત્ન કરવા છતાં વીંટી મળી શકી નહોતી.

સોશિયલ મીડિયા પર મદદની ગુહાર

આ સમગ્ર ઘટનાનો વીડિયો મહિલાએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે અને તેના મિત્રો સીટની નીચે વીંટી શોધતા જોઈ શકાય છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, "અમે 70,000 રૂપિયા ગુમાવ્યા છે અને વીંટી હજુ સુધી મળી નથી." તેણે સ્ટેડિયમમાં હાજર અન્ય લોકોને પણ વિનંતી કરી છે કે, જો કોઈને આ વીંટી મળે તો તે પરત કરી દે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now