આગામી 27 જૂન, 2025ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે શહેરમાં તૈયારીઓ આખરી તબક્કામાં પ્રવેશી ગઈ છે. આજે 20 જૂન, શુક્રવારે, રથયાત્રાના અંદાજિત 14 કિ.મી.ના રૂટનું સ્થળ નિરીક્ષણ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને મહેન્દ્ર ઝા સહિત મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું.
તપસાયેલી મુખ્ય બાબતો:
જમાલપુર દરવાજા પાસે માર્ગ કામગીરી ચાલી રહી છે, જે આગામી 48 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે
કાલુપુર રેલવે સ્ટેશન પાસેના રૂટમાંથી બેરીકેટ હટાવવામાં આવ્યા
ભયજનક મકાનોને તાત્કાલિક દૂર કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે
માર્ગ પર રિસરફેસિંગ, લાઈટિંગ, ઝાડ ટ્રીમિંગ, પાણીની પરબો અને મેડિકલ સુવિધા અંગેની તૈયારીનું પણ નિરીક્ષણ
Ahmedabad, Gujarat: Mayor Pratibhaben Jain says, "The 148th traditional Rath Yatra of Lord Jagannath is about to begin. Today, the officials of the Ahmedabad Municipal Corporation, along with the Chairman and Trustees, conducted an inspection of the entire Rath Yatra route. The… pic.twitter.com/WsIB6ATw6S
— IANS (@ians_india) June 20, 2025
મેયર પ્રતિભા જૈનનું નિવેદન:
"આજના નિરીક્ષણ દરમિયાન સમગ્ર રૂટ પર જરૂરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે, બાકીની નાની-મોટી બાબતો પણ આગામી થોડા દિવસોમાં પૂરી કરી દેવામાં આવશે. આ વર્ષે રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે."
હેરિટેજ રૂટ વિકાસ તરફ વિશેષ ધ્યાન:
જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના 1 કિમીના ખાસ રૂટ પર હેરિટેજ લુક આપવા માટે પણ કામગીરી ચાલી રહી છે. અહીં રોડસાઇડ ફેસાડ, લાઇટિંગ અને કલ્ચરલ ડિઝાઇન પર ભાર મુકાયો છે.





