અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત 242 મુસાફરો સવાર હતા. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આ અંગે મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ વિમાન દુર્ઘટનામાં કોઈ મુસાફર બચી શકે તેવી કોઈ શક્યતા નથી.પરંતુ આ વચ્ચે એક સરાહનીય કામગીરી કરતા રામ-રહીમની જોડીએ નિસ્વાર્થ ભાવે સેવા આપી છે.
નોંધનીય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશ થતા ફાયર પહોચ્યું અને પોલીસ પણ જેમ જેમ જાણ થઈ લોકો ઘટના સ્થળે પહોચવા લાગ્યા રોડ સાંકડો અને ફાયર એમ્બ્યુલન્સ પોલીસ જીપોની લાગી વણઝાર.. જેમ જેમ સમાચાર ફેલાતા ગયા જોવા આવનાર લોકો મદદગાર લોકો પોલીસ, ફાયર મીડિયા સંખ્યા વધતી ગઈ અને સાંકડા રોડ પર ટ્રાફિક જામ થવા લાગ્યો.. એમ્બ્યુલન્સ અને ફાયરના ગાડીઓની કતાર લાગી હતી. ત્યારે 2 યુવા ગોમતીપુરના શાહબાઝ ખાન અને ચમન પુરાના રોનકે સતત શરૂઆતથી ટ્રાફિક ને વ્યવસ્થિત કરવાની જવાબદારી સંભાળી..
એક તરફ માથે ગરમી અને એક તરફ મુસાફરોના શવોને લેવા આવતી એમ્બ્યુલન્સ ની કતારો વારંવાર ટ્રાફિક જામ થતા જેમ બને તેમ જલ્દી એમ્બ્યુલન્સ તેઓના શવોને લઈ પરિવારજનો સુધી ક્યાંય અટક્યા વગર પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી કૌમી એકતા સાથે આ બંને યુવક અંત સુધી કરતા નજરે જોવા મળ્યા હતા. જોકે, મીડિયાકર્મીએ જણાવ્યું કે મીડિયા કવરેજ બાદ હું પણ આ બંને સાથે એમના જ સેવકાર્યમાં જોડાયો. આશરે 4 કલાક સતત ગરમીમાં ઉભા રહી સતત ટ્રાફિક ક્લીઅર કરાવતા આ બંને યુવાનો સાથે સેવાકીય કાર્યમાં જોડાયો.અંતે કામગીરી હળવી પડતા આ બંનેને મેં તેંમની સતત સેવાકીય કામગીરી માટે આભાર માન્યો. ત્યારે નામ પૂછતાં જણાવ્યું કે હું શાહબાઝ અને અન્યએ કહ્યું મારુ નામ રોનક.. બંને ની સાચી નિસ્વાર્થ સેવા તેમના નામ પરથી ઘણું ખરું કહી જાય છે. કે ગમે ત્યાં જાઓ જાતિના ભેદભાવ વિના સેવા એ જ પરમો ધર્મ... સાથે બંને ની હિંમત અને સાહસની દાદ આપી જાય છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






