રાજ્યને હચમચાવી નાખનારા ગેમઝોન અગ્નિકાંડને આજે એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, છતાં અનેક પીડિત પરિવારજનોને હજી ન્યાયની રાહ જોવી પડી રહી છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ સાથે તેઓ અગ્નિકાંડમાં સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચેલા તાજેતરના આરોપી બની ચૂક્યા છે.
15માંથી 4 આરોપી જામીન પર મુક્ત, 11 હજુ જેલમાં
આ કેસમાં કુલ 15 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી અત્યાર સુધી 4 આરોપીઓને જામીન મળ્યા છે, જ્યારે મુખ્ય આરોપી અને TPO મનસુખ સાગઠિયા સહિતના 11 આરોપીઓ હજુ જેલમાં જ છે. સાગઠિયાની અગાઉ હાઇકોર્ટમાં જામીન અરજી રદ થઇ હતી.
અગ્નિકાંડમાં 27 નિર્દોષોના મૃત્યુ બાદ પણ ન્યાય અનિશ્ચિત
27 મે 2024ના રોજ આવેલા આ શનિવારે રાજકોટે આવેલા TRP ગેમઝોનમાં લાગેલી આગે 27 લોકોને ભડથું કરી નાખ્યા હતા. મૃતદેહોની હાલત એટલી બગડી હતી કે ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી હતી.
ઘટનાને લઈને રાજકોટે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકો આજે પણ આ દુર્ઘટનાની ભયાનક યાદોથી વીંધાયેલા છે. પીડિત પરિવારોની માંગ છે કે કેસની દિન-પ્રતિદિન સુનાવણી થવી જોઈએ, જેથી ઝડપથી ન્યાય મળ सके.
શું હતી ગેમઝોન આગની પાછળની હકીકત?
આ ઘટના ઉનાળાની વેકેશન દરમ્યાન બની હતી. શનિવાર હોવાથી લોકોના પરિવારો ગેમઝોનમાં મોજમસ્તીમાં લિપ્ત હતા. સંચાલકોએ ખાસ ઓફરો આપી હતી, જેના કારણે લોકોની ભીડ સામાન્ય કરતાં ખૂબ વધુ હતી.
પરંતુ થોડા જ ક્ષણોમાં રમતગમતનો આનંદ આગ અને ધૂમાડાની ચીચિયારીઓમાં બદલાઈ ગયો. ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું. એક પણ વ્યક્તિ જીવતી બચી શકી નહોતી. લોકો બહાર નીકળ્યા તો માત્ર આગમાં ભસ્મ થયેલી લાશોના રૂપે.
આજ સુધી તપાસ અને કાયદાકીય પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી?
આ ઘટનાને લઈને IPC કલમ 304, 308, 337, 338, 114 હેઠળ ગુનો નોંધાયો હતો. કુલ 16 લોકો સામે FIR થઇ હતી, જેમાં TRP ગેમઝોનના ભાગીદારો ઉપરાંત પ્રકાશ હિરણ (જૈન), અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી જેવા શખ્સો પણ સામેલ છે.
જુલાઈ 2024માં, SIT દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને ત્યારબાદ 21 ઓગસ્ટ 2024થી કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
પીડિત પરિવારોની માગ: કેસ ચલાવો દિન-પ્રતિદિન આધારે
મૃતકોના પરિવારોના જણાવ્યા મુજબ એક વર્ષ વીતી ગયો છે છતાં કોઈ સ્પષ્ટ ન્યાય ના મળ્યો હોવાનો આક્ષેપ છે. તેઓ માગ કરી રહ્યા છે કે કોર્ટ હિયરિંગ ઝડપથી ચાલે અને આરોપીઓને યોગ્ય દંડ મળે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





