Home National Raja Ravi Varma Yashoda Krishna Painting 167 Crore Story

જાણો કોણ છે રાજા રવિ વર્મા? : જેણે પહેલીવાર બનાવી ભગવાનની મૂરત, આજે તેની પેઇન્ટિંગ 1670000000 કરોડમાં વેચાઈ

Raja Ravi Verma
Published by: Viral Patel
Last Updated: Apr 02, 2026, 12:57 PM IST

Raja Ravi Verma: આર્ટિસ્ટ રાજા રવિ વર્માની લગભગ 130 વર્ષ જૂની દુર્લભ પેઇન્ટિંગ 'યશોદા અને કૃષ્ણ' તાજેતરમાં હરાજીમાં ₹167.20 કરોડ**માં વેચાઈ છે. રાજા રવિ વર્માની આ પેઇન્ટિંગ ભારતની સૌથી મોંઘી વેચાનારી પેઇન્ટિંગ બની ગઈ છે. આ પેઇન્ટિંગ 1890ના દાયકામાં બનાવવામાં આવી હતી. શું તમે જાણો છો કે રાજા રવિ વર્મા એ પ્રથમ ચિત્રકાર છે જેમણે દેવી-દેવતાઓના ચિત્રો બનાવીને તેને ફોટાના સ્વરૂપે ઘર-ઘર સુધી પહોંચાડ્યા છે? ચાલો જાણીએ, કોણ છે રાજા રવિ વર્મા.

કોણ છે રાજા રવિ વર્મા?

રાજા રવિ વર્માનો જન્મ 29 એપ્રિલ 1848 ના રોજ કેરળના ત્રાવણકોરના કિલિમન્નુરમાં થયો હતો. તેઓ ભારતીય કળાને વિદેશો સુધી લઈ ગયા હતા. આજે ભારતીય ઘરો અને દુકાનોમાં દેવી-દેવતાઓના જે ફોટા જોવા મળે છે, તેની પાછળ રાજા રવિ વર્માનું જ યોગદાન છે. 2 ઓક્ટોબર 1906ના રોજ 58 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આટલા વર્ષો પછી પણ તેમની પેઇન્ટિંગ્સ કરોડોમાં વેચાય છે. તેઓ એવા પ્રથમ કલાકાર હતા જેમણે મહાકાવ્યો અને પુરાણોમાંથી પ્રેરણા લઈને ભગવાનના ચિત્રો તૈયાર કર્યા હતા.

fallback

5 વર્ષની ઉંમરથી જ શરૂ કરી હતી પેઇન્ટિંગ

રાજા રવિ વર્મા જ્યારે માત્ર 5 વર્ષના હતા, ત્યારે જ ઘરની દીવાલો પર ચોકથી ચિત્રો બનાવતા હતા. તેમની આ પ્રતિભાને તેમના કાકાએ પારખી હતી. ત્યારબાદ તેમના કાકાએ તેમને પેઇન્ટિંગની પ્રાથમિક તકનીકો શીખવી અને તેમને તિરુવનંતપુરમના મહેલમાં લઈ ગયા. ત્યાં તેમને ચિત્રકળાની વિવિધ પદ્ધતિઓ અને રંગોને સમજવાની તક મળી.

યુરોપિયન ટેકનિકનો ઉપયોગ

રાજા રવિ વર્માએ વૉટર કલર પેઇન્ટિંગ રામા સ્વામી નાયડુ પાસેથી અને ઓઇલ પેઇન્ટિંગ ડચ આર્ટિસ્ટ થિયોડોર જેન્સન પાસેથી શીખી હતી. તેમણે જેટલા પણ પોટ્રેટ બનાવ્યા, તે તમામ ભારતીય પૌરાણિક પાત્રો પર આધારિત હતા. તે સમયે તેમણે ચિત્રો બનાવવા માટે યુરોપિયન ટેકનિક અને ઓઇલ કલરનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમના ચિત્રો એકદમ જીવંત (રિયલ) લાગતા હતા.

fallback

ન્યૂડ પેઇન્ટિંગ્સના કારણે વિવાદોમાં ફસાયા

1894માં રાજા રવિ વર્માએ એક લિથોગ્રાફિક પ્રેસ ખરીદ્યું હતું. આ પ્રેસ દ્વારા તેઓ ભગવાનના ચિત્રોની નકલો તૈયાર કરીને તેને ઓછી કિંમતે વેચવા લાગ્યા, જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે. જોકે, બાદમાં તેઓ વિવાદોમાં પણ ફસાયા હતા. તેમણે મહાકાવ્યોની અપ્સરાઓ જેવી કે ઉર્વશી અને રંભાના ન્યૂડ (નગ્ન) ચિત્રો બનાવ્યા હતા, જેનો ભારે વિરોધ થયો હતો. આ વિવાદોને કારણે તેમની પ્રેસ પણ સળગાવી દેવામાં આવી હતી અને અંતે તેને બંધ કરવી પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now