Home Gujarat Rainfall Weather Report Update Gujarat Monsoon Narmada District

છેલ્લાં 24 કલાકમાં આ તાલુકામાં પડ્યો સૌથી વધુ વરસાદ : ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા નોંધાયો

છેલ્લાં 24 કલાકમાં આ તાલુકામાં પડ્યો સૌથી વધુ વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 06:03 AM IST

Gujarat Rainfall: રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૩ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૨૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૪ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે તા. ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ૩૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૮.૪૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૬.૩૫ ટકા, કચ્છ વિસ્તારમાં ૨૧.૬૫ ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૧૭.૨૯ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now