Home Gujarat Rain Forecast In Gujarat For Next 7 Days Fishermen Advised Not To Venture Into The Sea 5 5 Rain System

ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, 5-5 વરસાદી સિસ્ટમ કરશે તહસનહસ!

ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 12:18 PM IST

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર કુલ 4 સક્રિય સિસ્ટમ કાર્યરત હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના છે.

આ આગાહી મુજબ, ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે અને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે જુદા જુદા વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા:

ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

યેલો એલર્ટ (ભારે વરસાદ): આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખેડૂતો અને નાગરિકોને આ આગાહી અનુસાર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now