ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગતા જ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ઓવૈસીની એન્ટ્રી સાથે AIMIM પણ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય રીતે ઝંપલાવશે તેવું સ્પષ્ટ થયું છે.
AIMIM ના અધ્યક્ષ ઓવૈસીની અમદાવાદ મુલાકાત
મળતી માહિતી મુજબ, AIMIM ના અધ્યક્ષ ઓવૈસી અમદાવાદની મુલાકાતે ગયા છે, જ્યાં તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. આ સભા દ્વારા પાર્ટી પોતાના કાર્યકરો અને સમર્થકોને એકત્રિત કરીને ચૂંટણી માટેની વ્યૂહરચના મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર દખાઈ રહી છે, પરંતુ AIMIM ની સક્રિયતા સાથે હવે ત્રિકોણીય રાજકીય સમીકરણ ઊભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં AIMIM પોતાની હાજરી મજબૂત કરવા માંગે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. AIMIM પણ આ તકનો લાભ લઈને રાજ્યમાં પોતાનું રાજકીય વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઓવૈસીની આ મુલાકાત અને સભા બાદ અમદાવાદમાં રાજકીય માહોલ વધુ ગરમ બનવાની સંભાવના છે. હવે જોવાનું રહ્યું કે AIMIM આ ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડી શકે છે અને મતદારોમાં કેટલો પ્રતિસાદ મેળવે છે.





