Home Gujarat Rain Forecast Across Gujarat

ગુજરાતભરમાં વરસાદની આગાહી : ક્યાંક ભારે તો ક્યાંક હળવાની આગાહી

ગુજરાતભરમાં વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 05:10 AM IST

ગુજરાતમાં ચોમાસુ હવે પૂરેપૂરુ બેસી ગયું છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

આજના માટે ભારે વરસાદનો એલર્ટ: બનાસકાંઠા, કચ્છથી લઈ ડાંગ સુધીની આગાહી
હવામાન વિભાગના નવા અપડેટ મુજબ આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ દમણ, પાટણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ
રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અન્ય ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આ વરસાદ સાથે 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ: જાબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકના સમયમાં ગુજરાતના 76થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કેટલાક મુખ્ય આંકડાઓ આ પ્રમાણે છે:

જાંબુઘોડા (પંચમહાલ) – 8 ઇંચ
પાવી જેતપુર – 5 ઇંચ
પેટલાદ, કપરાડા – 3 ઇંચ
તારાપુર – 2.68 ઇંચ
હાલોલ – 2.6 ઇંચ
બોરસદ – 2.4 ઇંચ
ઝઘડિયા – 2.2 ઇંચ
આણંદ – 2 ઇંચ
ચુડા – 1.6 ઇંચ
વડોદરા – 1.5 ઇંચ
આંકલાવ, બોડેલી – 1.3 ઇંચ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now