Home Gujarat Rain Continues In Gujarat Jambughoda Jambughoda Received Maximum 8 Inch Rain

ગુજરાત પર મેઘમહેર જારી : પંચમહાલ અને આણંદ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ, પંચમહાલના જામ્બુઘોડામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

ગુજરાત પર મેઘમહેર જારી
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 07:00 AM IST

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના જામ્બુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, ગત ૨૪ કલાકમાં આણંદના પેટલાદ અને વલસાડના કપરાડા તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, આણંદ જિલ્લાના તારાપુર, બોરસદ અને આણંદ તાલુકામાં, પંચમહાલના હાલોલ તેમજ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ બે-બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૯ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫ જિલ્લાના ૮૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now