અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન પરથી એલસીબી, એસઓજી અને પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત કાર્યવાહી હેઠળ મોટું નશાખોરી રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે 198 ગ્રામ મેફેડ્રોન (MD) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જયારે તેનો સાથીદારો ફરાર જઇ છૂટ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબી/એસઓજી પશ્ચિમ રેલ્વે અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. સિંઘરખિયા સહિતની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે, રેલવે સ્ટેશન પર એક શખ્સ મેફેડ્રોન જેવી દવાઓ સાથે હાજર છે. આ માહિતીના આધારે ટીમે રેલવે સ્ટેશન પર રેડ કરી હતી.
તપાસ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ રીતે મળ્યો હતો. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે પોતાના સામાનમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવ્યો હતો. પોલીસે તેનું નામ અરશદખાન શબ્બીરખાન પઠાણ (રહે. મધ્ય પ્રદેશ) હોવાનું જાહેર કર્યું છે. આરોપી પાસે મળેલા 198 ગ્રામ મેફેડ્રોનની બજાર કિંમત અંદાજે ₹19.80 લાખ થાય છે. સાથે જ એક મોબાઈલ ફોન અને અન્ય દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.
આ મામલે NDPS એક્ટની કલમ 8(c), 21(c), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એક અન્ય આરોપી જાવેદહુસેન ઉર્ફે સોનુ પુત્ર જાફરહુસૈન પઠાણ Wanted જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ નેટવર્ક ખુલાસો થવાની શક્યતા છે અને શંકા છે કે આ રેકેટ માધ્યપ્રદેશથી ગુજરાત સુધી નશીલા પદાર્થો પહોંચાડતી તસ્કરી ચેઇનનો ભાગ હોઈ શકે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





