Home Gujarat Radhika Merchant Daughter In Law Of The Ambani Family Visiteditra

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટે ITRAની લીધી મુલાકાત : આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને સંશોધન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટે ITRAની લીધી મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 08:02 AM IST

રાધિકા અંબાણીએ ITRAના વિવિધ વિભાગમાં મુલાકાત કરી હતી અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમને આયુર્વેદના વિવિધ પાસાઓ જેવા કે, નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ, લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી, સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી સાથે નિષ્ણાત ડોક્ટરો અને અધિકારીઓની એક ટીમ આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણી સાથે જોડાઈ હતી અને ITRAમાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

રાધિકા અંબાણીની આ મુલાકાત આયુર્વેદ પ્રત્યેની તેમની ઊંડી રુચિ પ્રદર્શિત કરે છે. તેમના આ પ્રકારે સંસ્થાની મુલાકાત લેવાથી આયુર્વેદના વધતાં વૈશ્વિક મહત્વ અને સ્વીકૃતિને પ્રોત્સાહન મળશે. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ સંસ્થાના ડોક્ટરો અને અધિકારીઓ સાથે આયુર્વેદના ભવિષ્ય અને તેના વિકાસની સંભાવનાઓ વિશે પણ ચર્ચા કરી હતી. સંસ્થાના ડિરેક્ટર અન્ય વરિષ્ઠ અધ્યાપકોએ તેમનું શુભેછા ભેંટ સાથે સ્વાગત કર્યું હતું અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. રાધિકા અંબાણીએ ITRA દ્વારા કરવામાં આવી રહેલા ઉચ્ચ સ્તરના સંશોધન અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી હતી. આ મુલાકાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ - (ITRA) માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર એ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત દેશની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સૌ પ્રથમ સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન કાર્યને વેગ આપી પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થા દ્વારા વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ડોક્ટરેટ સ્તરના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ITRA આયુર્વેદના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સંશોધન કાર્ય પણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now