Home National Pune Lohagad Fort Murder Siya Goyal Ketan Agarwal

સોનમ જેવી જ કાતિલ નિકળી સિયા : પ્રેમી સાથે મળીને ફિયાન્સને ખીણમાં ધક્કો મારી મોત નિપજાવ્યુ...ઉદયપુરમાં થવાનાં હતા શાહી લગ્ન

Murder mystery at Lohagad Fort in Pune
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 23, 2026, 11:40 AM IST

સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ ભેગા મળીને રચ્યું હતું કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પર્દાફાશ.

મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા (Lohagad Fort) પરથી June 18 ના રોજ 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી એક યુવકનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને માત્ર એક દુર્ઘટના ગણાવવામાં આવી રહી હતી, પરંતુ પુણે ગ્રામીણ પોલીસે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કોઈ અકસ્માત નહીં પણ કાવતરું ઘડીને કરવામાં આવેલી હત્યા (Murder) હતી, જેને મૃતકની થનારી પત્ની (મંગેતર) એ જ અંજામ આપ્યો હતો.

પરિવારની શંકાના આધારે તપાસ બદલાઈ

મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલ (Ketan Agarwal) તરીકે થઈ છે, જે પુણેના જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેનનો પુત્ર અને કંપનીમાં ડિરેક્ટર હતો. કેતનની સગાઈ 20 વર્ષીય સિયા ગોયલ (Siya Goyal) સાથે થઈ હતી અને આ વર્ષના અંતમાં રાજસ્થાનના ઉદયપુરમાં તેમના શાહી લગ્ન થવાના હતા.

  • અકસ્માતની ખોટી વાર્તા: સિયા ગોયલે શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે તેનો જન્મદિવસ ઉજવવા તેઓ કિલ્લા પર આવ્યા હતા અને સવારે 10:30 વાગ્યે તીવ્ર પવન વચ્ચે ફોટોગ્રાફ્સ લેતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો.

  • પરિવારનો ઈન્કાર: કેતનના પરિવારજનોએ આ વાત માનવાનો ઈન્કાર કરી દીધો કારણ કે કેતન એક અનુભવી ટ્રેકર હતો. તેમના દબાણ બાદ પોલીસે સિયાના મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ્સની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ‘ડાયપર દાન કરો’ અભિયાન! | NEET પેપર લીક વિરૂદ્ધ CJPનો અનોખો વિરોધ! હવે ડાયપર લઈને રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ | Offbeat Stories

લવ ટ્રાયેન્ગલ અને હત્યાનું ષડયંત્ર

પોલીસ સુપ્રિટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલના જણાવ્યા અનુસાર, સિયા તેના પરિવારની પસંદગીના આ લગ્નથી ખુશ નહોતી. તે પુણેના કોંઢવાના રહેવાસી 22 વર્ષીય ચેતન બાબુલાલ ચૌધરી (Chetan Chaudhary) નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. ચેતન અને સિયાના પરિવારો ડ્રાયફ્રૂટ્સના વેપાર સાથે જોડાયેલા છે. સિયા કેતનને પોતાના પ્રેમની વચ્ચેથી હટાવવા માગતી હતી, તેથી બંનેએ ભેગા મળીને હત્યાનો પ્લાન બનાવ્યો.

પ્લાન મુજબ, સિયા કેતનને ફરવાના બહાને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને ચેતન પણ ખાનગી રીતે ત્યાં પહોંચી ગયો હતો. કિલ્લાની ટોચ પર મોકો જોઈને સિયા અને ચેતને કેતનને પાછળથી જોરદાર ધક્કો મારી દીધો, જેથી તે 400 ફૂટ નીચે ખીણમાં પડી ગયો. ભારે જહેમત બાદ શિવદુર્ગ મિત્ર રેસ્કયૂ ટીમની મદદથી તેનો મૃતદેહ બહાર કઢાયો હતો.

અગાઉ પણ કર્યા હતા હત્યાના પ્રયાસો

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે સિયાએ અગાઉ પણ કેતનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો:

  1. બાલી ટ્રિપ કેન્સલ કરાવી: જૂનના પ્રથમ અઠવાડિયામાં બંને પ્રી-વેડિંગ શૂટ માટે બાલી જવાના હતા. સિયાએ એરપોર્ટ પર જતા પહેલાં હોટેલના વોશરૂમમાં કેતનનો પાસપોર્ટ ફાડીને ફેંકી દીધો જેથી ટ્રિપ કેન્સલ થઈ જાય.

  2. સાપનો ડર બતાવી પ્લાન નિષ્ફળ: June 14 ના રોજ પણ તેઓ લોહગઢ આવ્યા હતા અને કેતનને સાપનો ડર બતાવી ખીણમાં ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો નહોતો.

આખરે, ટેકનિકલ પુરાવા અને કડકાઈથી પૂછપરછ બાદ સિયા અને તેના પ્રેમી ચેતને પોતાનો ગુનો કબૂલી લીધો છે. લોણાવલા રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ મર્ડર અને ક્રિમિનલ કોન્સ્પિરેસીનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now