રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને અમદાવાદના શાહીબાગમાં આવેલ સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી ખાતે 'જન સુનવાઈ' કાર્યક્રમ યોજાયો હતો.વિજયા રહાટકરે આ પ્રસંગે કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય મહિલા આયોગ તમારા દ્વારે' સૂત્ર મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગે સામેથી જ ફરિયાદી મહિલાઓ પાસે જવાનો નિશ્ચય કર્યો હતો. આ નિશ્ચય બાદ આયોગ દ્વારા દરેક પ્રદેશમાં ડિવિઝન પ્રમાણે જન સુનવાઈ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિજયા રહાટકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમદાવાદ જિલ્લાની આ જન સુનાવાઈ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આયોગના બે તપાસ અધિકારીઓ સહિત સમગ્ર રાષ્ટ્રીય મહિલા આયોગ, અમદાવાદ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને ફરિયાદી મહિલાઓ પણ આ જન સુનાવણીમાં સહભાગી થયું હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.રાષ્ટ્રીય મહિલા આયોગના 'જન સુનવાઈ' કાર્યક્રમમાં કુલ 40 ફરિયાદો મળી હતી; જેમાં આયોગને અગાઉથી મળેલી ફરિયાદો ઉપરાંત સ્થળ ઉપર ફરિયાદ કરવા માંગતી મહિલાઓને પણ તક આપવામાં આવી હતી. આ જન સુનવાઈ કાર્યક્રમમાં ફરિયાદી મહિલાઓ પોતાની રજૂઆત અધ્યક્ષ સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. અધ્યક્ષએ દરેક ફરિયાદી મહિલાની ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તે ફરિયાદનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું.
રાષ્ટ્રીય મહિલા આયોગને મળેલી 40 ફરિયાદોમાંથી, 6 ફરિયાદોનો suo moto થકી નિકાલ કરવામાં આવ્યો હતો. અન્ય ફરિયાદોમાં પારિવારિક સમસ્યાનું સમાધાન લાવવા, ચાર્જશીટ ફાઇલ કરવા અને અમુક ફરિયાદોને રાજ્ય મહિલા આયોગ સમક્ષ રજૂ કરવા માટેનું સૂચન રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકર તરફથી કરવામાં આવ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ






