Home Gujarat Prostitution Busted Under The Guise Of A Spa In Prahladnagar

પ્રહલાદનગરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ : નક્ષ સ્પામાં ક્રાઈમ બ્રાન્ચની રેડ, પોલીસે ગુનો નોંધ્યો, તપાસ તેજ

પ્રહલાદનગરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 12:22 PM IST

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલ “નક્ષ સ્પા” પર દરોડો પાડી દેહવ્યાપારની ગતિવિધિઓનો પર્દાફાશ કર્યો છે.

સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ, સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન ત્યાંથી સંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા, જેમની પૂછપરછ ચાલુ છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

આ મામલે સ્પાના માલિક રોહિત દિલીપ લાલવાણી અને મેનેજર પાયલ જગદીશરાય અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચની ગેરકાયદે પ્રવૃતિઓ પર કડક નજર

પોલીસના પ્રાથમિક તારણ મુજબ, સ્પાની આડમાં ગ્રાહકોને આકર્ષવા માટે ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ થતો હતો. હાલમાં પોલીસે પુરાવાઓ એકત્રિત કર્યા છે અને સ્પા સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પા અને સલૂનના નામે ચાલતા આવા ગેરકાયદેસર ધંધા પર નજર રાખવામાં આવી રહી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો