ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. યુએસ એરફોર્સના બી-2 બોમ્બર વિમાનોએ ગઈકાલે રાત્રે ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર મોટા હવાઈ હુમલા કર્યા હતો. આ ઘટનાના થોડા કલાકો પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ X પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પીએમ મોદીએ X પર લખ્યું હતું કે,ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી.લશ્કરી સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને તણાવ ઓછો કરવા માટે તાત્કાલિક સંવાદ અને રાજદ્વારી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે આહ્વાન પણ કર્યું હતું.
શું કહ્યું ઈરનાના વિદેશ મંત્રીએ?
ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ રવિવારે ઈરાનના પરમાણુ પર હવાઈ હુમલા કરવા બદલ અમેરિકાની નિંદા કરી અને તેને આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને પરમાણુ અપ્રસાર સંધિનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય યુનાઇટેડ સ્ટેટ્સ પર શાંતિપૂર્ણ પરમાણુ વિસ્તારને નિશાન બનાવીને "ગુનાહિત વર્તન" કરવાનો આરોપ તેમને મૂક્યો હતો. આ ઘટના ઉશ્કેરણીજનક છે અને તેના પરિણામો લાંબા ગાળે આવશે.

_a6030e88-0527-4a82-91cb-7744d5b4d7be.jpg)




